April 1, 2026
ક્રાઈમ

અમદાવાદમાં ફરી હિટ એન્ડ રન: વસ્ત્રાપુરમાં નબીરાએ દારૂના નશામાં કાયદો હાથમાં લીધો, બે ઇજાગ્રસ્ત

10:45:00 AM
Save
Mar 24, 2026
Share :
<p>અમદાવાદમાં ફરી હિટ એન્ડ રન: <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>વસ્ત્રાપુરમાં નબીરાએ દારૂના નશામાં કાયદો હાથમાં લીધો, બે ઇજાગ્રસ્ત</strong></span></p>

અમદાવાદમાં ફરી એકવાર 'ડ્રિંક એન્ડ ડ્રાઈવ'ની ઘટનાએ કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉભા કર્યા છે. વસ્ત્રાપુર શહીદ ચોક પાસે વહેલી સવારે નશાની હાલતમાં એક નબીરાએ રોંગ સાઈડમાં બેફામ કાર હંકારી હિટ એન્ડ રન જેવી સ્થિતિ સર્જી હતી. આ અકસ્માતમાં બે રાહદારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે પોલીસે 22 વર્ષીય આરોપી ગજેન્દ્ર પાટીદાર વિરુદ્ધ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

શહેરમાં વકરતી જતી 'ડ્રિંક એન્ડ ડ્રાઈવ'ની ગંભીર સમસ્યા વચ્ચે આજે વહેલી સવારે વસ્ત્રાપુર તળાવ જેવા પોશ વિસ્તારમાં એક નશાખોર કારચાલકે આતંક મચાવ્યો હતો. દારૂના નશામાં ચૂર 22 વર્ષીય યુવકે રોંગ સાઈડમાં પૂરઝડપે કાર હંકારી અન્ય વાહનો અને નિર્દોષ રાહદારીઓને અડફેટે લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

આરોપી ગજેન્દ્ર ઉર્ફે ગજ્જુ પાટીદાર પોતાની બલેનો કાર લઈને રોંગ સાઈડમાં પૂરઝડપે આવી રહ્યો હતો. નશાની હાલતમાં ગફલતભરી રીતે ડ્રાઈવિંગ કરી રહેલા ગજેન્દ્રએ સામેથી આવતી એક વેગનઆર કારને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે ગાડીના એન્જિન અને બોનેટના ભાગે ભારે નુકસાન થયું હતું.કારને ટક્કર માર્યા બાદ પણ નશામાં ધૂત ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને રસ્તા પર ચાલતા જતા બે નિર્દોષ રાહદારીઓને અડફેટે લીધા હતા.

આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બંને રાહદારીઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ન્યુ વાસણામાં રહેતા અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા 42 વર્ષીય નિરવભાઈ ઠક્કરે આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ટ્રાફિક પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપી ગજેન્દ્ર પાટીદાર વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માત સમયે આરોપી દારૂના નશામાં ધૂત હતો.અમદાવાદમાં સતત વધી રહેલી ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટનાઓએ નાગરિકોની સુરક્ષા સામે સવાલ ઉભા કર્યા છે. પોલીસે આરોપી વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવાની ખાતરી આપી છે અને વધુ તપાસ હાથ ધરી છે.