April 1, 2026
આંતરરાષ્ટ્રીય ખબરો

ન્યૂયોર્ક એરપોર્ટ પર એર કેનેડાનું પ્લેન ફાયર ટ્રક સાથે અથડાયું: બે પાયલટના મોત

12:36:00 PM
Save
Mar 23, 2026
Share :
<p><strong>ન્યૂયોર્ક એરપોર્ટ પર એર કેનેડાનું પ્લેન ફાયર ટ્રક સાથે અથડાયું:<span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"> બે પાયલટના મોત</span></strong></p>

અમેરિકાના વ્યસ્ત ગણાતા ન્યૂયોર્ક એરપોર્ટ પર એક કમકમાટીભરી વિમાન દુર્ઘટના સર્જાઈ છે. રનવે પર ટેક-ઓફ કે લેન્ડિંગની પ્રક્રિયા દરમિયાન સુરક્ષા સાધનો સાથે થયેલી આ ભીષણ ટક્કરે એરપોર્ટ ઓપરેશન્સને ખોરવી નાખ્યું છે અને મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા છે.

ન્યૂયોર્ક એરપોર્ટ પર Air Canada નું એક વિમાન રનવે પર તૈનાત ફાયર ફાઈટર ટ્રક સાથે જોરદાર રીતે અથડાયું હતું. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે વિમાનના આગળના ભાગ અને ટ્રક બંનેને ભારે નુકસાન પહોંચ્યું છે. જેમાં બે પાયલટે જીવ ગુમાવ્યા છે.

ઘટનાની વિગતો:

પ્રાથમિક અહેવાલો મુજબ, વિમાનમાં સવાર બે પાયલટના મોત થયા છે અને અનેક મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. સોશિયલ મીડિયા પર આ અકસ્માતનો લાઈવ વીડિયો વાયરલ થયો છે, જેમાં પ્લેન અને ટ્રક વચ્ચેની ભયાનક ટક્કર અને ત્યારબાદ ઉડતા કાટમાળના દ્રશ્યો જોઈ શકાય છે. સુરક્ષાના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને ન્યૂયોર્ક એરપોર્ટને હાલમાં તમામ ઓપરેશન્સ માટે બંધ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે અન્ય ફ્લાઈટ્સ પર પણ અસર પડી છે.

રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

દુર્ઘટના બાદ તરત જ એરપોર્ટ ઓથોરિટી અને ઈમર્જન્સી મેડિકલ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તપાસ એજન્સીઓ આ અકસ્માત પાછળના કારણો જાણવા માટે તપાસ કરી રહી છે.