April 1, 2026
ભારત

એરફોર્સ સ્ટેશનનો કર્મચારી દેશદ્રોહી ? : પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપ સાથે એકની ધરપકડ

12:36:00 PM
Save
Mar 23, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">એરફોર્સ સ્ટેશનનો કર્મચારી દેશદ્રોહી ? :</span> પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપ સાથે એકની ધરપકડ</strong></p>

ભારતની આંતરિક સુરક્ષાને નબળી પાડવા માટે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ સતત નવા ષડયંત્રો રચી રહી છે. સેનાના સંવેદનશીલ ઠેકાણાઓ પર તૈનાત કર્મચારીઓને લાલચ આપી જાસૂસી કરાવવાનું આ એક ગંભીર રાષ્ટ્રવિરોધી નેટવર્ક છે, જેનો પર્દાફાશ કરી રાજસ્થાન પોલીસે દેશની સુરક્ષા વ્યવસ્થામાં ગાબડું પાડતા અટકાવ્યું છે.

રાજસ્થાન પોલીસના ઈન્ટેલિજન્સ વિભાગે એક ઓપરેશનમાં આસામના Chabua Air Force Station ખાતે કાર્યરત સિવિલિયન કર્મચારી સુમિત કુમારની ધરપકડ કરી છે. આરોપી સુમિત પર આરોપ છે કે તે ભારતીય વાયુસેના સંબંધિત અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ વિગતો પાકિસ્તાની હેન્ડલર્સને મોકલી રહ્યો હતો.

કઈ રીતે ખુલ્યો આખો કેસ?

જાન્યુઆરી 2026માં જેસલમેરના રહેવાસી ઝાબરા રામની ધરપકડ બાદ તેની પૂછપરછમાં સુમિત કુમારનું નામ સામે આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો વતની સુમિત ચાબુઆ એરફોર્સ સ્ટેશનમાં MTS (Multi-Tasking Staff) તરીકે ફરજ બજાવતો હતો અને વર્ષ 2023થી પાકિસ્તાની એજન્સીઓના સંપર્કમાં હતો.

સંવેદનશીલ માહિતીનો સોદો

આરોપી માત્ર ચાબુઆ જ નહીં, પરંતુ બીકાનેરના Nal Air Force Station અને અન્ય સૈન્ય મથકોની ગુપ્ત વિગતો પણ શેર કરતો હતો. જેમાં ફાઈટર જેટ અને મિસાઈલ સિસ્ટમનું લોકેશન, એરફોર્સના ઉચ્ચ અધિકારીઓની વિગતો તેમજ પોતાના મોબાઈલ નંબર દ્વારા પાકિસ્તાની હેન્ડલર્સ માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી આપવા સહિતનો સમાવેશ થાય છે.

કાનૂની કાર્યવાહી

રાજસ્થાન ઈન્ટેલિજન્સ અને દિલ્હી એરફોર્સ ઈન્ટેલિજન્સના સંયુક્ત ઓપરેશન બાદ રવિવારે, 22 માર્ચના રોજ જયપુરમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી વિરુદ્ધ Official Secrets Act, 1923 અને BNS Act, 2023 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ આ જાસૂસી નેટવર્ક સાથે જોડાયેલા અન્ય તાર શોધવા તપાસ કરી રહી છે.