'શૈતાન' ની સફળતા બાદ અજય દેવગણનો વધુ એક ધડાકો: હોરર ફિલ્મ સાથે સિનેમાઘરોમાં મચાવશે ધૂમ
બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગણ 'શૈતાન'ની ભવ્ય સફળતા બાદ ફરી એકવાર પ્રેક્ષકોને ડરાવવા માટે સજ્જ થયા છે. દિગ્દર્શક રોહિત જુગરાજ સાથે મળીને તેઓ એક નવી હોરર ફિલ્મ લાવી રહ્યા છે, જેનું શૂટિંગ આગામી જુલાઈ મહિનાથી લંડનમાં એક જ શિડ્યુલમાં શરૂ કરવામાં આવશે. હાલમાં આ ફિલ્મનું નામ 'ગૃહ પ્રવેશ' અથવા 'વાસ્તુશાસ્ત્ર' રાખવા પર ગંભીર વિચારણા ચાલી રહી છે. રામ ગોપાલ વર્માની 'ભૂત' જેવી ફિલ્મોનો અનુભવ ધરાવતા રોહિત જુગરાજ આ ફિલ્મમાં અજય દેવગણ સાથે મળીને કંઈક નવું અને ખૌફનાક પીરસવાની તૈયારીમાં છે.
બોલિવૂડના સિંઘમ અજય દેવગણ ફરી એકવાર હોરર જોનરમાં ધમાકેદાર વાપસી કરવા જઈ રહ્યા છે. 'શૈતાન'ની ભવ્ય સફળતા બાદ, અજય દેવગણ એક નવી હોરર ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે. આ પ્રોજેક્ટ હાલ પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે અને જુલાઈ મહિનાથી તેનું શૂટિંગ શરૂ કરવાની યોજના છે. આ ફિલ્મનું સંપૂર્ણ શૂટિંગ લંડનમાં કરવામાં આવશે. ફિલ્મ નિર્માતાઓએ તેને એક જ લાંબા શિડ્યુલમાં પૂરું કરવાનું આયોજન કર્યું છે.
હાલમાં અજય દેવગણની સામે ફિટ બેસે તેવા અન્ય કલાકારોની શોધખોળ ચાલી રહી છે, જે બાદ સ્ટાર કાસ્ટની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ફિલ્મના શીર્ષકને લઈને હાલ બે નામો ચર્ચામાં છે, 'ગૃહ પ્રવેશ' અને 'વાસ્તુશાસ્ત્ર'. જોકે, નિર્માતાઓ અને દિગ્દર્શકને 'ગૃહ પ્રવેશ' ટાઈટલ પટકથા મુજબ વધુ અનુરૂપ લાગી રહ્યું છે. ટાઈટલ ફાઈનલ થયા બાદ જ ફિલ્મનું ફર્સ્ટ લુક પોસ્ટર અને સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
આ ફિલ્મનું દિગ્દર્શન રોહિત જુગરાજ કરી રહ્યા છે. રોહિત જુગરાજ અને અજય દેવગણનો આ હોરર ફિલ્મમાં સાથે બીજો પ્રોજેક્ટ હશે. ઉલ્લેખનીય છે કે, રોહિત જુગરાજે અગાઉ રામ ગોપાલ વર્માની આઈકોનિક હોરર ફિલ્મ 'ભૂત'માં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું, જેનો અનુભવ આ નવી ફિલ્મમાં જોવા મળી શકે છે.