April 3, 2026
સ્પોર્ટ્સ

એજન્ડા ચલાવવાનું બંધ કરો.... કેપ્ટન રહાણેનો ગુસ્સો સાતમા આસમાને, સોશિયલ મીડિયા પર નિવેદન વાયરલ

11:03:00 AM
Save
Apr 3, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>એજન્ડા ચલાવવાનું બંધ કરો.... </strong></span>કેપ્ટન રહાણેનો ગુસ્સો સાતમા આસમાને, સોશિયલ મીડિયા પર નિવેદન વાયરલ</p>

સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં 65 રનથી મળેલી કારમી હાર બાદ કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેનો રૌદ્ર અવતાર જોવા મળ્યો હતો. સામાન્ય રીતે મેદાન પર અત્યંત શાંત જણાતા રહાણેએ પ્રેસ કોન્ફરન્સમાં ટીકાકારો પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર તેની વિરુદ્ધ ખાસ એજન્ડા ચલાવવામાં આવી રહ્યો છે. રહાણેએ સ્પષ્ટપણે આક્ષેપ કર્યો હતો કે કેટલાક લોકોને તેની સફળતાની ઈર્ષ્યા થાય છે અને તેથી જ તેની બેટિંગ શૈલી પર સવાલો ઉઠાવવામાં આવે છે.

સતત બીજી હાર બાદ જ્યારે રહાણેને તેના સ્ટ્રાઇક રેટ અને બેટિંગ અભિગમ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે રોષે ભરાઈને જવાબ આપ્યો હતો. રહાણેએ દાવો કર્યો કે, વર્ષ 2023થી મારો સ્ટ્રાઇક રેટ સર્વશ્રેષ્ઠ રહ્યો છે. જે લોકો મારા વિશે વાતો કરે છે તેઓ કાં તો મેચ જોતા નથી અથવા તો મારી સામે કોઈ ખાસ પૂર્વગ્રહ ધરાવે છે. કદાચ લોકોને મને રમતા જોવો ગમતો નથી, પરંતુ હું કોઈના કહેવા પર મારી શૈલી બદલવાનો નથી. આંકડાકીય દ્રષ્ટિએ જોવામાં આવે તો રહાણેનો દાવો મજબૂત જણાય છે. વર્ષ 2023થી પાવરપ્લેમાં તેનો સ્ટ્રાઇક રેટ 167.78 રહ્યો છે, જે ઓછામાં ઓછા 300 બોલનો સામનો કરનારા બેટરોમાં ચોથા ક્રમે છે.

આ યાદીમાં માત્ર ટ્રેવિસ હેડ ,અભિષેક શર્મા અને ફિલ સોલ્ટ જ તેનાથી આગળ છે, જ્યારે ભારતીય સ્ટાર યશસ્વી જયસ્વાલ પણ આ મામલે રહાણેથી પાછળ છે. રહાણેએ સ્વીકાર્યું કે 227 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવો મુશ્કેલ હતો. KKR ની ટીમ એક સમયે 120 રને 3 વિકેટની મજબૂત સ્થિતિમાં હતી, પરંતુ ત્યારબાદ માત્ર 41 રનના અંતરાલમાં બાકીની 7 વિકેટો ગુમાવી દેતા ટીમ161 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રહાણે પોતે આ મેચમાં માત્ર 8 રન બનાવી શક્યો હતો, છતાં તેણે બોલરોની પ્રશંસા કરતા કહ્યું કે અંતિમ ઓવરોમાં બોલરોએ સારી વાપસી કરીને હૈદરાબાદને 260 રન સુધી પહોંચતા અટકાવ્યું હતું.

રહાણેએ પોતાની બેટિંગ શૈલીમાં ફેરફાર કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેણે જણાવ્યું કે તેને પોતાની ક્ષમતા અને સ્ટાઇલ પર પૂરો વિશ્વાસ છે અને બહારના લોકોના પોઝિટિવ કે નેગેટિવ અભિપ્રાયથી તેને કોઈ ફરક પડતો નથી. KKR માટે હવે ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે આગામી મેચોમાં વાપસી કરવી અનિવાર્ય છે, ત્યારે કેપ્ટનનો આ આક્રમક મૂડ ટીમમાં કેવો સંચાર કરે છે તે જોવું રસપ્રદ રહેશે.