April 2, 2026
ધર્મ દર્શન

અકબરનો ઝુલ્મ અને 40 દિવસની કેદ! તુલસીદાસે આ રીતે લખી હતી હનુમાન ચાલીસા

10:02:00 AM
Save
Apr 2, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">અકબરનો ઝુલ્મ અને 40 દિવસની કેદ!</span> તુલસીદાસે આ રીતે લખી હતી હનુમાન ચાલીસા</p>

2 એપ્રિલ એટલે કે આજે હનુમાન જયંતી છે. હનુમાન જયંતીનું પર્વ રામચરિતમાનસ અને હનુમાન ચાલીસા જેવા પવિત્ર ગ્રંથો વગર અધૂરું છે. આ દિવસે બજરંગબલી પ્રત્યે પોતાની ઊંડી આસ્થા વ્યક્ત કરવા માટે લોકો આ પવિત્ર ગ્રંથોનો પાઠ કરે છે. ક્યારેય વિચાર્યું છે કે મહાન કવિ ગોસ્વામી તુલસીદાસે કઈ પરિસ્થિતિઓમાં હનુમાન ચાલીસાની રચના કરી હતી? આવો, હનુમાન જયંતીના આ શુભ અવસરે તમને તેની વાર્તા કહીએ.

અકબરની જેલમાં લખાઈ હતી હનુમાન ચાલીસા
લોકમાન્યતાઓ અનુસાર હનુમાન ચાલીસા લખવાની પ્રેરણા તુલસીદાસને મુઘલ સમ્રાટ અકબરની કેદમાં મળી હતી. કહેવાય છે કે એક વખત અકબરે તુલસીદાસને પોતાના દરબારમાં બોલાવ્યા અને તેમને પોતાના લેખનનું ચમત્કાર બતાવવા કહ્યું. પરંતુ તુલસીદાસે વિનમ્રતાથી તેમને ના પાડી દીધી. આ સાંભળતાં જ અકબર આગબબૂલો થઈ ગયો અને તેણે તુલસીદાસને કારાગારમાં નાખવાનો આદેશ આપી દીધો.

તુલસીદાસ પૂરા 40 દિવસ ભક્તિમાં લીન રહ્યા
અકબરની કેદમાંથી બહાર આવવાનો તુલસીદાસ પાસે કોઈ રસ્તો બાકી ન રહ્યો. ત્યારે તેમનામાં આ વિશ્વાસ જાગ્યો કે એકમાત્ર સંકટમોચન હનુમાન જ તેમને આ મુસીબતમાંથી બચાવી શકે. ત્યારે તુલસીદાસે હનુમાન ચાલીસા લખવાનો સંકલ્પ કર્યો. તુલસીદાસે પૂરા 40 દિવસ ભક્તિમાં લીન રહીને હનુમાન ચાલીસાની રચના કરી. તેઓ પોતે પણ તેનો પાઠ કરતા રહ્યા.

કહેવાય છે કે, હનુમાન ચાલીસા પૂરી થતાં જ 40 દિવસ પછી અચાનક વાંદરાઓએ અકબરના દરબાર પર હુમલો કરી દીધો. આથી અકબરના મહેલ અને પરિસરને ભારે નુકસાન થયું. ત્યારે અકબરને સમજાઈ ગયું કે તુલસીદાસમાં જરૂર કોઈ દિવ્ય શક્તિ છે. તેણે તરત જ પોતાના સૈનિકોને તુલસીદાસને કારાગારમાંથી મુક્ત કરવાનો આદેશ આપી દીધો.

તુલસીદાસ કોણ હતા?
ગોસ્વામી તુલસીદાસનો જન્મ 1532માં ઉત્તર પ્રદેશના રાજાપુર ગામમાં થયો હતો. બાળપણમાં તેમનું નામ રામબોલા હતું. પરંતુ એક ઘટનાએ તેમનું જીવન બદલી નાખ્યું. પછી તેઓ ભગવાન રામ અને હનુમાનના સૌથી મોટા ભક્ત તરીકે ઓળખાયા. તેમની આધ્યાત્મિક યાત્રા ત્યારે શરૂ થઈ જ્યારે તેમણે વરાહ ક્ષેત્રમાં રામ કથા વિશે સાંભળ્યું. ત્યારબાદ તેમણે સંસારિક જીવનનો ત્યાગ કરીને સંત માર્ગ અપનાવ્યો અને રામચરિતમાનસ તેમજ હનુમાન ચાલીસા જેવા પવિત્ર ગ્રંથો લખી નાખ્યા.