April 2, 2026
બોલિવૂડ

શ્રદ્ધામાં રહી ગઈ એક કસર: નંદી મહારાજના કાનમાં ઈચ્છા કહેતી વખતે અક્ષય-ટાઈગરથી કઈ ભૂલ થઈ?

11:02:00 AM
Save
Apr 2, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>શ્રદ્ધામાં રહી ગઈ એક કસર:</strong></span> નંદી મહારાજના કાનમાં ઈચ્છા કહેતી વખતે અક્ષય-ટાઈગરથી કઈ ભૂલ થઈ?</p>

બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મ 'ભૂત બંગલા'ની સફળતા માટે પ્રાર્થના કરવા ઉજ્જૈન સ્થિત વિશ્વપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિરના શરણે પહોંચ્યા હતા. તેમની સાથે અભિનેતા ટાઈગર શ્રોફ અને સાસુ ડિમ્પલ કાપડિયા પણ જોડાયા હતા. આ કલાકારોએ પૂરી શ્રદ્ધા સાથે બાબા મહાકાલના દર્શન-પૂજન કર્યા હતા, પરંતુ આ દરમિયાન નંદી પૂજાના એક મહત્વના નિયમનું પાલન ન થતા સોશિયલ મીડિયા પર ચર્ચાઓ જાગી છે. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફે વહેલી સવારે મંદિર પહોંચીને બાબા મહાકાલની વિધિવત પૂજા-અર્ચના કરી હતી.

અક્ષય કુમાર અવારનવાર પોતાના પરિવાર સાથે મહાકાલના દર્શને આવતા હોય છે, ત્યારે આ વખતે પણ તેમણે પૂરી આસ્થા સાથે બાબાના આશીર્વાદ લીધા હતા. પૂજા બાદ બંને કલાકારો નંદી મહારાજ પાસે પહોંચ્યા હતા અને પરંપરા મુજબ તેમના કાનમાં પોતાની મનોકામના કહી હતી, પરંતુ અહીં તેમનાથી એક અજાણતામાં ભૂલ થઈ ગઈ હતી. જ્યારે અક્ષય અને ટાઈગર નંદી મહારાજના કાનમાં પોતાની મનોકામના કહી રહ્યા હતા, ત્યારે તેઓ નંદીનો બીજો કાન બંધ કરવાનું ભૂલી ગયા હતા. શાસ્ત્રોક્ત નિયમ મુજબ, જ્યારે પણ નંદીના કાનમાં કોઈ ગુપ્ત મનોકામના બોલવામાં આવે છે, ત્યારે નંદી બાબાનો વિરુદ્ધ દિશાનો કાન હાથથી બંધ રાખવો અનિવાર્ય છે.

આ નિયમ પાછળનું ધાર્મિક મહત્વ એ છે કે તમારી મનોકામના સીધી ભગવાન શિવ સુધી પહોંચેઆશ્ચર્યજનક રીતે, અક્ષય કુમારની સાસુ અને વરિષ્ઠ અભિનેત્રી ડિમ્પલ કાપડિયાએ આ નિયમનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું હતું. જ્યારે તેમણે નંદીના કાનમાં પોતાની વાત કહી, ત્યારે તેમણે નંદીનો બીજો કાન હથેળીથી બંધ કરી દીધો હતો. અક્ષય કુમાર આ પહેલા પણ અનેકવાર અહીં આવી ચૂક્યા હોવા છતાં તેમનાથી આ નાનકડી ચૂક થઈ ગઈ હતી, જ્યારે ડિમ્પલ કાપડિયાએ શાસ્ત્રોક્ત વિધિનું સચોટ પાલન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

શાસ્ત્રો મુજબ નંદીના કાનમાં મનોકામના કહેવાની સાચી રીત એ છે કે સૌ પ્રથમ શિવજીની પૂજા કરવી જોઈએ. ત્યારબાદ અત્યંત મૌન રહીને નંદી પાસે જઈ 'ઓમ નમઃ શિવાય' મંત્રનો જાપ કરવો અને પછી એક કાનમાં ઈચ્છા પ્રગટ કરવી. આ સમયે બીજો કાન બંધ રાખવો જરૂરી છે જેથી મનોકામના અન્ય ક્યાંય ભટકાય નહીં. પંડિતોએ આ ઘટનાને કોઈ મોટું પાપ નહીં પણ માત્ર એક સામાન્ય 'ચૂક' ગણાવી છે, જે અજ્ઞાનતાને કારણે થઈ શકે છે.

મંદિર પરિસરમાં હાજર ભક્તોમાં એ વાતની પણ ચર્ચા હતી કે જો આ સ્ટાર્સ નિયમથી અજાણ હતા, તો ત્યાં હાજર પુજારીઓએ તેમને આ બાબતે માર્ગદર્શન આપવું જોઈતું હતું. જોકે, બાબા મહાકાલના દરબારમાં આ કલાકારોની ભક્તિ જોઈને ભક્તો પ્રભાવિત થયા હતા.