April 4, 2026
બોલિવૂડ

3 સુપરસ્ટાર્સે નકાર્યો 'રહેમાન ડકૈત'નો રોલ, પછી અક્ષય ખન્નાએ એન્ટ્રી કરીને બદલી નાખ્યું ફિલ્મનું નસીબ!

02:56:00 PM
Save
Apr 4, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>3 સુપરસ્ટાર્સે નકાર્યો 'રહેમાન ડકૈત'નો રોલ, </strong></span>પછી અક્ષય ખન્નાએ એન્ટ્રી કરીને બદલી નાખ્યું ફિલ્મનું નસીબ!</p>

અક્ષય ખન્નાની ગણતરી બોલિવૂડના એ પસંદગીના કલાકારોમાં થાય છે જેઓ પોતાની ખામોશી અને તીક્ષ્ણ નજરોથી પણ સ્ક્રીન પર જાદુ કરી શકે છે. તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'ધુરંધર' માં તેના 'રહેમાન ડકૈત' ના રોલે દર્શકોના રૂંવાટા ઊભા કરી દીધા છે. દરેક લોકો તેની એક્ટિંગ પર ફિદા છે, પરંતુ આ પાવરફુલ રોલ અક્ષય સુધી પહોંચતા પહેલા ઘણા મોટા વળાંકો આવ્યા હતા. પડદા પાછળની આ સ્ટોરી ફિલ્મની વાર્તા જેટલી જ ફિલ્મી છે. કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબરાના જણાવ્યા મુજબ, અક્ષય ખન્ના પહેલા સાઉથના એક અને બોલિવૂડના બે મોટા સુપરસ્ટાર્સે આ રોલ ઠુકરાવી દીધો હતો.

આ કલાકારોને ડર હતો કે ફિલ્મમાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં હોવાથી તેમનું પાત્ર દબાઈ જશે, પરંતુ તેમનો આ ઈનકાર અક્ષય માટે વરદાન સાબિત થયો. મુકેશ છાબરાએ ખુલાસો કર્યો કે આ ત્રણેય એક્ટર્સે ખૂબ જ વિચિત્ર કારણો આપીને ફિલ્મ નકારવામાં આવી હતી. તેમણે એવું કારણ આપ્યું હતું કે આ રણવીર સિંહની ફિલ્મ છે અને 'એનસેમ્બલ કાસ્ટ' હોવાથી તેમને પૂરતું મહત્વ કે સ્ક્રીન ટાઈમ નહીં મળે. જોકે, મુકેશ છાબરાએ એ એક્ટર્સના નામ જાહેર નથી કર્યા, પણ એવું ચોક્કસ કહ્યું કે ફિલ્મના રિઝલ્ટ પછી હવે તેમને ચોક્કસ પસ્તાવો થઈ રહ્યો હશે.

અક્ષયે પાત્રની લંબાઈ જોવાને બદલે તેની ગહનતા અને વાર્તાની તાકાત પર વિશ્વાસ મૂક્યો. તેનો આ દિલથી લીધેલો નિર્ણય તેના કરિયર માટે એક માસ્ટરસ્ટ્રોક સાબિત થયો. અક્ષય ખન્નાએ ક્રૂર લ્યારી ગેંગના નેતા રહેમાન ડકૈતનો જે ખૂંખાર અને ઠંડા કલેજાવાળો અંદાજ રજૂ કર્યો, તેણે લોકોના મનમાં ભય પેદા કરી દીધો છે. આજે ફિલ્મની સફળતામાં રણવીર સિંહની સાથે-સાથે અક્ષયના પર્ફોર્મન્સને સૌથી મોટો પ્લસ પોઈન્ટ માનવામાં આવે છે.

આનાથી સાબિત થયું કે પાત્ર નાનું કે મોટું નથી હોતું, પણ એક્ટરનું હુનર તેને મહાન બનાવે છે. ફિલ્મ 'ધુરંધર' બે ભાગમાં રિલીઝ થઈ હતી અને તેણે બોક્સ ઓફિસ પર હિન્દી સિનેમાના તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે. અક્ષય ખન્નાના રહેમાન ડકૈતના પાત્રે આ ફિલ્મની ભવ્ય સફળતામાં ચાર ચાંદ લગાવી દીધા છે.