April 7, 2026
બોલિવૂડ

રીંછનો પંજો કે સુપરહીરો? અલ્લુ અર્જુને શેર કર્યું નવું પોસ્ટર,  નવી ફિલ્મનું ટાઇટલ આ તારીખે થશે જાહેર...

01:05:00 PM
Save
Apr 7, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>રીંછનો પંજો કે સુપરહીરો?</strong></span> અલ્લુ અર્જુને શેર કર્યું નવું પોસ્ટર,  નવી ફિલ્મનું ટાઇટલ આ તારીખે થશે જાહેર...</p>

પુષ્પા 2ની ઐતિહાસિક સફળતા બાદ હવે સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન તેના આગામી પ્રોજેક્ટને લઈને ચર્ચામાં છે. ખાસ કરીને તમિલ સિનેમાના દિગ્ગજ દિગ્દર્શક એટલી, જેમણે શાહરૂખ ખાન સાથે 'જવાન' જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપી હતી, તેમની સાથે અલ્લુ અર્જુનની જોડી જામી છે. હાલમાં આ ફિલ્મને કામચલાઉ રીતે 'AA26xA6' નામ આપવામાં આવ્યું છે, કારણ કે આ અલ્લુ અર્જુનની 26મી અને એટલીની છઠ્ઠી ફિલ્મ છે. ચાહકોમાં આ ફિલ્મ પ્રત્યે એટલી ઉત્તેજના છે કે સોશિયલ મીડિયા પર તેની નાની નાની વિગતો પણ વાઇરલ થઈ રહી છે. ફિલ્મની જાહેરાત વખતે જ સંકેત અપાયા હતા કે આ એક એવો પ્રોજેક્ટ હશે જે ભારતીય સિનેમામાં પહેલા ક્યારેય જોયો નથી.

સુપરહીરો થીમ અને ક્રિચર ડ્રામાના સંકેતો
તાજેતરમાં જ આ ફિલ્મનું એક નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેણે દર્શકોમાં કુતૂહલ જગાડ્યું છે. આ પોસ્ટરમાં એક ભયાનક પ્રાણીનો પંજો દેખાય છે, જેના નખ લાંબા અને અત્યંત ધારદાર છે. આ પંજો જોતા એવું લાગે છે કે તે કોઈ સ્લોથ બેર એટલે કે કાળા રીંછનો હોય શકે છે. ખાસ કરીને તેના પરના ગીચ કાળા વાળ અને વળેલા નખ કોઈ રહસ્યમય શક્તિ તરફ ઈશારો કરે છે. અગાઉના એક વીડિયોમાં પણ અલ્લુ અર્જુન અને એટલી અમેરિકાના એક સ્ટુડિયોમાં સુપરહીરો કોસ્ચ્યુમ અને મોશન કેપ્ચર ટેકનોલોજી પર કામ કરતા જોવા મળ્યા હતા. આ તમામ સંકેતો પરથી એવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ એક હાઈ-લેવલ સ્ટાઈલ સુપરહીરો ક્રિચર ડ્રામા હોઈ શકે છે.

ટાઇટલની જાહેરાત અને આગામી મોટા પ્રોજેક્ટ્સ
નિર્માતાઓએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે આવતીકાલે 8 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે આ ફિલ્મનું સત્તાવાર ટાઇટલ જાહેર કરવામાં આવશે. આ દિવસે અલ્લુ અર્જુનનો જન્મદિવસ પણ હોવાથી ચાહકો માટે આ એક મોટી ભેટ સાબિત થશે. ટાઇટલની સાથે જ ફિલ્મની વાર્તા અને પાત્ર વિશે વધુ સ્પષ્ટતા મળવાની આશા છે. ઉલ્લેખનીય છે કે અલ્લુ અર્જુન પાસે માત્ર આ જ ફિલ્મ નથી, પરંતુ તે લોકેશ કનગરાજ અને 'મિન્નલ મુરલી' ફેમ બેસિલ જોસેફ સાથે પણ નવા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યો છે. પુષ્પા 2ની સફળતા બાદ અલ્લુ અર્જુન જે રીતે ગ્લોબલ લેવલના પ્રોજેક્ટ્સ પસંદ કરી રહ્યો છે, તે જોતા એટલી સાથેની આ ફિલ્મ બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડવા માટે તૈયાર હોય તેમ લાગે છે.