April 1, 2026
ગુજરાત

પ્રોપર્ટી ટેક્સ ન ભરનારા સામે AMCની લાલ આંખ, એક જ દિવસમાં 7,791 મિલકતો સીલ

03:42:00 PM
Save
Mar 21, 2026
Share :
<p><strong>પ્રોપર્ટી ટેક્સ ન ભરનારા સામે AMCની લાલ આંખ, <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">એક જ દિવસમાં 7,791 મિલકતો સીલ</span></strong></p>

અમદાવાદ શહેરના વિકાસ કાર્યો માટે મિલકતવેરો એ આવકનો મુખ્ય સ્ત્રોત છે. લાંબા સમયથી વેરો ન ભરતા મિલકતધારકો સામે મ્યુનિસિપલ કોર્પોરેશન હવે સખત વલણ અપનાવી રહ્યું છે. નોટિસ આપવા છતાં બાકી લેણાંની ચુકવણી ન કરનારા એકમો સામે 'સીલિંગ ડ્રાઈવ' શરૂ કરવામાં આવી છે, જેથી ટેક્સ કલેક્શનના લક્ષ્યાંકને સમયસર પૂર્ણ કરી શકાય અને ડિફોલ્ટરો પર કાયદેસરનું દબાણ લાવી શકાય.

ઝોન વાઈઝ સીલિંગની કામગીરી

શુક્રવારે કોર્પોરેશનની વિવિધ ટીમોએ શહેરના તમામ 7 ઝોનમાં રહેણાંક અને કોમર્શિયલ એકમો પર ત્રાટકી હતી. સૌથી વધુ કામગીરી પશ્ચિમ ઝોનમાં જોવા મળી હતી. વિવિધ ઝોનમાં સીલ કરેલ મિલકતની માહિતી નીચે મુજબ છે:

મધ્ય (Central) : 545

ઉત્તર (North): 133

દક્ષિણ (South): 1,686

પૂર્વ (East) : 372

પશ્ચિમ (West) : 4,126

ઉત્તર પશ્ચિમ (North West) : 728

દક્ષિણ પશ્ચિમ (South West) : 201

કુલ : 7,791

મુખ્ય વિસ્તારો અને વસૂલાત

પૂર્વ ઝોનના ઓઢવ, કઠવાડા અને વસ્ત્રાલ જેવા ઔદ્યોગિક વિસ્તારો તેમજ શાંતિપુરા ચોકડી અને ધોળકા રોડ પર આવેલી મિલકતો પાસેથી બાકી વેરો વસૂલવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ આક્રમક ઝુંબેશના અંતે દિવસના અંત સુધીમાં તંત્રને અંદાજે 6 કરોડ રૂપિયાની આવક થઈ હતી.

વર્તમાન ટેક્સ આવકની સ્થિતિ (કરોડમાં)

કોર્પોરેશનની તિજોરીમાં વિવિધ વેરાઓ દ્વારા અત્યાર સુધી થયેલી જમા રકમ નીચે મુજબ છે:

પ્રોપર્ટી ટેક્સ: 1,714.85 કરોડ

પ્રોફેશનલ ટેક્સ: 267.82 કરોડ

વ્હીકલ ટેક્સ: 229.55 કરોડ

કુલ આવક: 2,237.45 કરોડ