April 2, 2026
રાજનીતિ

દીદી, હવે બેગ પેક કરી લો! અમિત શાહે ભવાનીપુરની ધરતી પરથી બંગાળ જીતવાનો શંખનાદ કર્યો

11:02:00 AM
Save
Apr 2, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>દીદી, હવે બેગ પેક કરી લો! </strong></span>અમિત શાહે ભવાનીપુરની ધરતી પરથી બંગાળ જીતવાનો શંખનાદ કર્યો</p>

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026નો જંગ હવે તેના ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના 'ચાણક્ય' ગણાતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મુખ્યમંત્રી મમતા બેનર્જીના ગૃહક્ષેત્ર ભવાનીપુરમાં ભવ્ય રોડ-શો યોજીને શક્તિપ્રદર્શન કર્યું હતું. ભાજપના દિગ્ગજ ઉમેદવાર સુવેન્દુ અધિકારીના સમર્થનમાં આયોજિત આ સભામાં શાહે સીધો પડકાર ફેંકતા કહ્યું કે, "આખું બંગાળ હવે દીદીની વિદાય માટે તૈયાર છે અને આ વખતે ભાજપ 5 મેના રોજ રાજ્યમાં નવી સરકાર બનાવશે." અમિત શાહે આ સભા દરમિયાન એક મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, તેઓ આગામી 15 દિવસ સુધી 'બોરિયા-બિસ્તરા' બાંધીને પશ્ચિમ બંગાળમાં જ રોકાવાના છે.

તેમણે કાર્યકરોમાં જોશ પૂરતા કહ્યું કે, જ્યાં સુધી બંગાળમાં પરિવર્તન ન આવે ત્યાં સુધી તેઓ અહીંથી ખસશે નહીં. શાહના આ નિવેદને સ્પષ્ટ કરી દીધું છે કે ભાજપ આ વખતે બંગાળ જીતવા માટે પોતાની પૂરી તાકાત લગાવી રહ્યું છે અને ચૂંટણીની કમાન સીધી રીતે કેન્દ્રીય નેતૃત્વએ સંભાળી લીધી છે. ભવાનીપુર બેઠક પર ભાર મૂકતા શાહે એક 'શોર્ટકટ' રણનીતિ આપી હતી. તેમણે મતદારોને અપીલ કરી કે, જો ભવાનીપુરની જનતા સુવેન્દુ અધિકારીને વિજયી બનાવશે, તો આખા બંગાળમાં આપોઆપ પરિવર્તનનો પવન ફૂંકાશે.

શાહે યાદ અપાવ્યું હતું કે 2021માં મમતા બેનર્જી ભલે સરકાર બનાવવામાં સફળ રહ્યા હોય, પરંતુ નંદીગ્રામમાં સુવેન્દુ અધિકારી સામે તેમની વ્યક્તિગત હાર થઈ હતી. આ વખતે ભવાનીપુરમાં પણ દીદીને પરાજયનો સ્વાદ ચખાડવા માટે તેમણે જનતાને આહવાન કર્યું હતું. ગૃહમંત્રીએ રાજ્યની સુરક્ષા અને ઘૂસણખોરીના મુદ્દે મમતા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વચન આપ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર બનતાની સાથે જ પશ્ચિમ બંગાળને અડીને આવેલી આંતરરાષ્ટ્રીય સરહદો સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવશે.

ઘૂસણખોરોને એક-એક કરીને ઓળખીને બંગાળ અને સમગ્ર દેશમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેથી બંગાળની સુરક્ષા અને અસ્મિતા જળવાઈ રહે.અમિત શાહે બંગાળના ભવિષ્ય અંગે 'સોનાર બાંગ્લા'નો સંકલ્પ દોહરાવ્યો હતો. તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચાર, ગુંડા ગર્દી અને બેરોજગારીથી ત્રસ્ત બંગાળની જનતા હવે પરિવર્તન ઈચ્છે છે. 2026ની આ ચૂંટણી માત્ર બે પક્ષો વચ્ચેનો જંગ નથી, પરંતુ બંગાળના પુનરુત્થાનની લડાઈ છે. શાહના આ  દિવસના પ્રવાસ અને આક્રમક તેવરથી પશ્ચિમ બંગાળનું રાજકીય વાતાવરણ ગરમાયું છે અને ટીએમસીના ગઢમાં ખળભળાટ મચી ગયો છે.