April 10, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

ચૂંટણી જંગ હવે જામશે: આણંદ મહાનગરપાલિકામાં ભાજપે 52 ઉમેદવારો સાથે ફૂંક્યું ચૂંટણી બ્યુગલ

07:51:00 PM
Save
Apr 10, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ચૂંટણી જંગ હવે જામશે: </strong></span>આણંદ મહાનગરપાલિકામાં ભાજપે 52 ઉમેદવારો સાથે ફૂંક્યું ચૂંટણી બ્યુગલ</p>

પાલિકા-પંચાયતની ચૂંટણીનો રાજકીય માહોલ હવે ગરમાયો છે અને રાજકીય દાવપેચ વચ્ચે ભાજપે અંતે ઉમેદવારોની જાહેરાત શરૂ કરી છે. ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખના એક દિવસ પહેલાં જ લાંબા સમયથી ચાલી રહેલી મથામણ અને આંતરિક ચર્ચાઓ બાદ આણંદ મહાનગરપાલિકા માટે ઉમેદવારોની યાદીને આખરી સ્વરૂપ આપવામાં આવ્યું છે.

આણંદ મહાનગરપાલિકાના 13 વોર્ડમાં કુલ 52 ઉમેદવારોની જાહેરાત કરી છે જેમાં 26 મહિલાઓને ટિકિટ આપીને મહિલાશક્તિને પણ મહત્વ આપ્યું છે. હવે આ યાદી સામે આવતા જ સ્થાનિક રાજકારણમાં નવી હલચલ જોવા મળી રહી છે.

1

2