April 1, 2026
ગુજરાત

દીકરી અચાનક બીજા રૂમમાં ફોન પર વાત કરવા જાય તો ચેતી જજો....પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની માતા-પિતાને ટકોર

12:56:00 PM
Save
Mar 27, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>દીકરી અચાનક બીજા રૂમમાં ફોન પર વાત કરવા જાય તો ચેતી જજો....</strong></span>પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની માતા-પિતાને ટકોર</p>

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે હરિદ્વાર ખાતે આયોજિત એક ધાર્મિક કાર્યક્રમમાં સામાજિક મૂલ્યો અને પરિવારની જવાબદારીઓ અંગે અત્યંત ગંભીર અને માર્ગદર્શક નિવેદન આપ્યું છે. પાટણ લેુવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં સહભાગી થતા તેમણે વાલીઓને સંબોધતા જણાવ્યું હતું કે, આધુનિક યુગમાં સંતાનો, ખાસ કરીને દીકરીઓના બદલાતા વર્તન અને તેમના મોબાઈલ વપરાશ પર નજર રાખવી અનિવાર્ય બની ગઈ છે.

તેમણે એક ઉદાહરણ આપતા વાલીઓને ચેતવ્યા હતા કે જો દીકરી ફોન આવતા જ અચાનક બીજા રૂમમાં જઈને ધીરેથી વાત કરવા લાગે, તો તેને માત્ર 'શંકા' નહીં પણ 'સાવચેતી' સમજીને તુરંત જાગૃત થવાની જરૂર છે. આનંદીબેન પટેલના આ નિવેદને સોશિયલ મીડિયા અને વાલીઓ વચ્ચે નવી ચર્ચા જગાવી છે.ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે હરિદ્વારના પ્રેમનગર આશ્રમ ખાતે આયોજિત પાટણ લેુવા પાટીદાર સમાજના ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી.

આનંદીબેન પટેલે વાલીઓને સંતાનો, ખાસ કરીને દીકરીઓના બદલાતા વ્યવહાર પ્રત્યે જાગૃત રહેવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, જો તમારી 8 થી 10 વર્ષની દીકરી અત્યાર સુધી તમારી હાજરીમાં ફોન પર વાત કરતી હોય, પણ અચાનક તે ફોન આવતા જ બાજુના રૂમમાં જઈને ધીરેથી વાત કરવા લાગે, તો વાલીઓએ સાવધ થઈ જવું જોઈએ. પોતાના સંબોધનમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ કોઈ શંકા કરવાની વાત નથી, પરંતુ વાલી તરીકેની સાવચેતી છે.

સંતાનો કયા મિત્ર વર્તુળમાં ફરે છે અને કોની સાથે વાતો કરે છે તે જોવાની જવાબદારી પરિવારની છે, જેથી તેઓ માર્ગ ન ભટકે. ભાજપના સતત ત્રણ દાયકાના વિજય અંગે ચર્ચા કરતા તેમણે જણાવ્યું કે, આ સફળતાના પાયામાં સંસ્કાર, અવિરત પરિશ્રમ અને દેશભક્તિ રહેલી છે.

પાયાના કાર્યકર્તાઓ અને પંચાયતના સદસ્યોની મહેનતને કારણે જ આ શાસન ટકી રહ્યું છે. આનંદીબેન પટેલે પાટણ લેુવા પાટીદાર સમાજની ગંગા તીર્થ યાત્રા અંતર્ગત આયોજિત કથામાં ભાવપૂર્વક હાજરી આપી હતી અને સમાજ ઉત્થાન માટેના કાર્યોની પ્રશંસા કરી હતી.