April 7, 2026
બોલિવૂડ

કોણ છે આ હેન્ડસમ? જેની સાથે અનન્યા પાંડે રોમાન્સ કરવા તૈયાર છે, કરણ જોહરે સસ્પેન્સ ખોલ્યું

10:14:00 AM
Save
Apr 6, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>કોણ છે આ હેન્ડસમ?</strong></span> જેની સાથે અનન્યા પાંડે રોમાન્સ કરવા તૈયાર છે, કરણ જોહરે સસ્પેન્સ ખોલ્યું</p>

બોલિવૂડની ગ્લેમરસ ગર્લ અનન્યા પાંડેના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કરણ જોહરે સોશિયલ મીડિયા પર એક મોટી સરપ્રાઈઝ આપતા અનન્યાની નવી ફિલ્મ 'ચાંદ મેરા દિલ' નું રોમેન્ટિક પોસ્ટર રિલીઝ કર્યું છે. આ ફિલ્મમાં અનન્યા પાંડે બોલિવૂડના નવા હેન્ડસમ હંક લક્ષ્ય સાથે રોમાન્સ કરતી જોવા મળશે. વિવેક સોનીના નિર્દેશનમાં બનેલી આ એક અનોખી પ્રેમ કહાની છે, જેની કેમેસ્ટ્રી જોઈને ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા પોસ્ટરમાં અનન્યા અને લક્ષ્યની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

પોસ્ટર શેર કરતા કરણે કેપ્શનમાં લખ્યું છે કે, "Pyaar ka koi fixed route nahi hota…bas thoda paagal hona padta hai!" આ ફિલ્મ એક અનોખી અને જોશીલી પ્રેમ કહાની હોવાનું મનાય છે. વિવેક સોની દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં બે 'ચાંદ' અનન્યા અને લક્ષ્યની સફર દર્શાવવામાં આવશે. અગાઉ આ ફિલ્મ વર્ષ 2025માં રિલીઝ થવાની ચર્ચા હતી, પરંતુ લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર હવે આ મૂવી વર્ષ 2026માં મોટા પડદા પર દસ્તક દેશે.

જોકે, નિર્માતાઓ તરફથી સત્તાવાર પુષ્ટિની હજુ રાહ જોવાઈ રહી છે. છેલ્લી ફિલ્મ 'તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી' માં કાર્તિક આર્યન સાથેની જોડી બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહોતી, ત્યારે અનન્યા પાંડે માટે લક્ષ્ય સાથેની આ નવી પ્રેમ કહાની કારકિર્દી માટે ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. લક્ષ્યના ચાહકો પણ તેને અનન્યા સાથે રોમાન્સ કરતા જોવા માટે સુપર એક્સાઇટેડ છે.