April 1, 2026
ગુજરાત

દ્વારકાધીશના શરણે બોલીવુડની ગ્લેમર ગર્લ : અનન્યા પાંડેએ પરિવાર સાથે દ્વારકાધીશ અને નાગેશ્વર મહાદેવના દર્શન કર્યા... 

04:35:00 PM
Save
Mar 24, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>દ્વારકાધીશના શરણે બોલીવુડની ગ્લેમર ગર્લ : </strong></span>અનન્યા પાંડેએ પરિવાર સાથે દ્વારકાધીશ અને નાગેશ્વર મહાદેવના દર્શન કર્યા... </p>

બોલીવુડની યુવા અને લોકપ્રિય ગ્લેમર ગર્લ અનન્યા પાંડે હાલમાં પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી સમય કાઢીને આધ્યાત્મિક શાંતિની શોધમાં દેવભૂમિ દ્વારકાની મુલાકાતે પહોંચી છે. પશ્ચિમ ભારતના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ દ્વારકામાં અનન્યાએ સપરિવાર જગત મંદિર પહોંચીને કાળિયા ઠાકોરના ભાવપૂર્વક દર્શન કર્યા હતા. મંદિરના શિખર પર લહેરાતી ધર્મની ધજા અને દ્વારકાધીશની મનોહર પ્રતિમા જોઈ અનન્યા મંત્રમુગ્ધ થઈ ગઈ હતી અને તેની આસ્થાની જ્યોત ઝળહળી ઉઠી હતી. ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ લીધા બાદ તેણે દ્વારકાની પવિત્ર ધરતી પર ગાળેલા સમયને જીવનનો એક અત્યંત સુખદ અનુભવ ગણાવ્યો હતો.

જગત મંદિર બાદ અનન્યા પાંડે અને તેના પરિવારજનોએ 12 જ્યોતિર્લિંગોમાંના એક એવા ભગવાન નાગેશ્વર મહાદેવના ચરણે શીશ ઝુકાવ્યું હતું. અહીં અનન્યાનો અનોખો ભક્તિમય અવતાર જોવા મળ્યો હતો, જ્યાં તેણે કપાળે ભસ્મનું ત્રિપુંડ અને ગળામાં ધાર્મિક ખેસ ધારણ કરી શિવલિંગની વિશેષ પૂજા-અર્ચના કરી હતી. મંત્રોચ્ચાર સાથે થયેલી આ પૂજા દરમિયાન તે સંપૂર્ણપણે શિવમય બની ગયેલી જોવા મળી હતી. ગ્લેમરસ દુનિયાથી દૂર પવિત્ર ધામમાં અનન્યાની આ સાદગી અને શ્રદ્ધાએ સ્થાનિકો અને દર્શનાર્થીઓના દિલ જીતી લીધા હતા.

પોતાના આ આધ્યાત્મિક પ્રવાસની આહલાદક ક્ષણોને અનન્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર લાખો ચાહકો સાથે શેર કરી છે. સોશિયલ મીડિયા પર અનન્યાની આ તસવીરો વાઇરલ થઈ રહી છે અને તેના ચાહકો તેને આ ધાર્મિક રૂપરંગમાં જોઈને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.