April 1, 2026
ગુજરાત

અફવાઓથી સાવધ રહો, ઇંધણનો જથ્થો છે પર્યાપ્ત! અંજાર પોલીસ દ્વારા જનહિતમાં જાહેર અપીલ... 

12:30:00 PM
Save
Mar 24, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>અફવાઓથી સાવધ રહો, ઇંધણનો જથ્થો છે પર્યાપ્ત! </strong></span>અંજાર પોલીસ દ્વારા જનહિતમાં જાહેર અપીલ... </p>

કચ્છ જિલ્લાના અંજાર પંથકમાં છેલ્લા થોડા સમયથી પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઈ રહી હોવાની વહેતી થયેલી અફવાઓને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે. અંજાર પોલીસ દ્વારા જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે કે બજારમાં ઇંધણની તંગી હોવાની વાતો માત્ર પાયાવિહોણી અફવાઓ છે, તેથી નાગરિકોએ ગભરાઈને પેટ્રોલ પંપ પર બિનજરૂરી ભીડ કરવી નહીં. સરકાર તરફથી પૂરતા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે અને પુરવઠાની સાંકળ નિયમિત રીતે કાર્યરત છે, જેથી કોઈએ પણ ચિંતા કરવાની જરૂર નથી.

આ મામલે પોલીસે કડક વલણ અખત્યાર કરતા સ્પષ્ટ કર્યું છે કે ઇંધણ મેળવવા બાબતે પેટ્રોલ પંપ પર કોઈ પણ વ્યક્તિએ કર્મચારીઓ સાથે ઘર્ષણ કે માથાકૂટ કરવી નહીં. જો કોઈ વ્યક્તિ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડવાનો પ્રયાસ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં, અછતની બીકે ઘણા લોકો મોટા પ્રમાણમાં ઇંધણનો સંગ્રહ કરતા હોય છે, જે જોખમી પણ છે. આથી, જે લોકો પેટ્રોલ કે ડીઝલનો ગેરકાયદેસર સંગ્રહ કરતા ઝડપાશે અથવા આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપશે, તેમની સામે પોલીસ દ્વારા કડક હાથે કામ લેવામાં આવશે અને શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.

અંજાર પોલીસ દ્વારા સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી ભ્રામક માહિતીથી દૂર રહેવા અને શાંતિ જાળવી રાખવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. વહીવટી તંત્ર સતત પેટ્રોલ પંપોના સંપર્કમાં છે અને જનતાને પૂરતું ઇંધણ મળી રહે તેની ખાતરી કરવામાં આવી રહી છે. નાગરિકોએ માત્ર પોતાની જરૂરિયાત મુજબ જ ખરીદી કરવી અને અફવાઓ ફેલાવનારા તત્વોથી સાવધ રહી પ્રશાસનને સહકાર આપવો જોઈએ જેથી બિનજરૂરી અરાજકતા રોકી શકાય.