April 7, 2026
બોલિવૂડ

વિરાટ કોહલીનો કેચ છૂટવા પર અનુષ્કા શર્માનું રિએક્શન વાયરલ, પતિના નો-લુક સિક્સ પર એકટ્રેસનું સ્માઈલી ફેસ

11:49:00 AM
Save
Apr 6, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">વિરાટ કોહલીનો કેચ છૂટવા પર અનુષ્કા શર્માનું રિએક્શન વાયરલ,</span> પતિના નો-લુક સિક્સ પર એકટ્રેસનું સ્માઈલી ફેસ</p>

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા હાલ ભારતમાં છે અને IPL મેચ દરમિયાન પોતાના ક્રિકેટર પતિ વિરાટ કોહલીને ચીયર અપ કરી રહી છે.

વિરાટ કોહલી IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) તરફથી રમે છે. IPL શરૂ થયા પછી અનુષ્કા દરેક RCBના મેચ જોવા સ્ટેડિયમમાં હાજર રહે છે. આ દરમિયાન વિરાટ અને અનુષ્કાના ક્યુટ મોમેન્ટ્સ કેમેરામાં કેદ થવા તો નક્કી છે.

વિરાટનો કેચ છૂટવા પર અનુષ્કાનું વાયરલ રિએક્શન
ગઈ રાતે RCB અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે મેચ હતી. આ મેચ જોવા સ્ટેડિયમમાં અનુષ્કા શર્મા પણ હાજર હતાં. તેઓ વિરાટને ચીયર કરી રહ્યાં હતાં. એક મોમેન્ટ કેમેરામાં કેદ થયો જ્યારે વિરાટ કોહલીનો કેચ શિવમ દુબેએ છોડી દીધો.

કેચ છૂટતાં જ CSKના ખેલાડીઓમાં સન્નાટો છવાઈ ગયો, જ્યારે અનુષ્કા શર્મા ખુશીથી ઉછળી પડ્યાં. કેચ છૂટ્યા પછી વિરાટે જ્યારે નો-લુક સિક્સ માર્યો ત્યારે અભિનેત્રીના ચહેરા પર અલગ જ ચમક આવી ગઈ. તેઓ વિરાટથી ખૂબ જ પ્રભાવિત દેખાઈ.

ફ્લાઇંગ કિસથી શરમાઈ ગયાં હતાં અનુષ્કા
આ પહેલાં પણ અનુષ્કા RCBના મેચમાં હાજર હતાં. વિરાટે જીત પછી અનુષ્કાને મેદાનમાંથી જ ફ્લાઇંગ કિસ આપી હતી, જેના પછી અનુષ્કા શરમાઈ ગયાં હતાં. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા.

અનુષ્કાની આગામી ફિલ્મ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા છેલ્લા 8 વર્ષથી મોટા પડદે ગાયબ છે. માતા બન્યા પછી તેઓ ફિલ્મોમાં નથી આવી. તેમણે ઝૂલન ગોસ્વામીની બાયોપિક ચકદા એક્સપ્રેસની શૂટિંગ કરી હતી, પરંતુ ફિલ્મ હજુ રિલીઝ થઈ નથી. અહેવાલો અનુસાર અનુષ્કા અલ્લુ અર્જુનની આગામી ફિલ્મથી કમબેક કરી શકે છે, જો કે હજુ આની પુષ્ટિ થઈ નથી.