April 1, 2026
બોલિવૂડ

8 વર્ષનો ઈન્તજાર ખતમ! 1800 કરોડની બ્લોકબસ્ટર ફિલ્મના એક્ટર સાથે કમબેક કરશે અનુષ્કા શર્મા

10:05:00 AM
Save
Mar 22, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>8 વર્ષનો ઈન્તજાર ખતમ! </strong></span>1800 કરોડની બ્લોકબસ્ટર ફિલ્મના એક્ટર સાથે કમબેક કરશે અનુષ્કા શર્મા</p>

બોલીવુડની ટોચની અભિનેત્રી અનુષ્કા શર્મા છેલ્લા 8 વર્ષથી મોટા પડદેથી દૂર છે. ચાહકો તેમના કમબેકની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અનુષ્કા શર્મા હવે માત્ર બોલીવુડમાં જ નહીં, પરંતુ સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથે પેન-ઈન્ડિયા ફિલ્મ દ્વારા દક્ષિણ ભારતીય સિનેમામાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.  જો આ ડીલ ફાઈનલ થાય છે, તો રૂપેરી પડદે પ્રથમ વખત અલ્લુ અર્જુન અને અનુષ્કા શર્માની જોડી જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન બ્લોકબસ્ટર ડાયરેક્ટર એટલી કરવા જઈ રહ્યા છે, જેમણે અગાઉ શાહરુખ ખાન સાથે ‘જવાન’ જેવી સુપરહિટ ફિલ્મ આપી છે.

અહેવાલો મુજબ, આ ફિલ્મ ‘પેરેલલ યુનિવર્સ’ (સમાંતર બ્રહ્માંડ) ના અનોખા કન્સેપ્ટ પર આધારિત હશે, જેમાં અલ્લુ અર્જુન અનેક અલગ-અલગ અવતારમાં જોવા મળશે. આ ફિલ્મ માત્ર અનુષ્કાના કમબેક માટે જ નહીં, પરંતુ તેની સ્ટારકાસ્ટ માટે પણ ચર્ચામાં છે. ચર્ચા છે કે ફિલ્મમાં દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં અને રશ્મિકા મંદાના નેગેટિવ રોલમાં જોવા મળી શકે છે. આટલી મોટી સ્ટારકાસ્ટ સાથે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 1800 કરોડથી વધુનો બિઝનેસ કરી શકે તેવા અંદાજો અત્યારથી જ લગાવવામાં આવી રહ્યા છે. 

અગાઉ અનુષ્કા શર્મા મહિલા ક્રિકેટર ઝુલન ગોસ્વામીની બાયોપિક ‘ચકડા એક્સપ્રેસ’ દ્વારા વાપસી કરવાની હતી, પરંતુ કેટલાક કારણોસર આ ફિલ્મ હજુ સુધી રિલીઝ થઈ શકી નથી. તેવામાં અલ્લુ અર્જુન સાથેનો આ પ્રોજેક્ટ અનુષ્કાની કરિયર માટે નવો વળાંક સાબિત થઈ શકે છે. જોકે હજુ સુધી નિર્માતાઓ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર અલ્લુ અર્જુનના જન્મદિવસ નિમિત્તે ફિલ્મનું ટાઇટલ અથવા ફર્સ્ટ લૂક ટીઝર રિલીઝ કરવામાં આવી શકે છે.