April 1, 2026
ભારત

સાવધાન! આજે કોઈ તમને 'એપ્રિલ ફૂલ' બનાવી શકે છે, જાણો આ દિવસનો રસપ્રદ ઇતિહાસ

10:56:00 AM
Save
Apr 1, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">સાવધાન! આજે કોઈ તમને 'એપ્રિલ ફૂલ' બનાવી શકે છે,</span></strong> જાણો આ દિવસનો રસપ્રદ ઇતિહાસ</p>

આજે 1લી એપ્રિલ એટલે કે દુનિયાભરમાં હળવી મજાક-મસ્તી અને મૂર્ખ બનાવવાનો અનોખો ઉત્સવ 'એપ્રિલ ફૂલ ડે'. સવાર પડતાની સાથે જ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ, રમૂજી મેસેજ અને મિત્રો-સગાંવહાલાં વચ્ચે પ્રેન્ક્સનો સિલસિલો શરૂ થઈ ગયો છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે લોકોને મૂર્ખ બનાવવાની આ પરંપરા ક્યારથી અને કેમ શરૂ થઈ? કેલેન્ડરના ફેરફારથી લઈને રાજા-રાણીના અજીબ કિસ્સાઓ સુધી, એપ્રિલ ફૂલ ડે પાછળનો ઈતિહાસ અત્યંત રસપ્રદ છે. આજે જ્યારે આખું જગત એકબીજાને છેતરવાની મજા માણી રહ્યું છે, ત્યારે સાવધાન રહેવું પણ એટલું જ જરૂરી છે, કારણ કે ગમે ત્યારે તમારી સાથે પણ 'ખેલ' થઈ શકે છે!

ચાલો જાણીએ આ દિવસનું મહત્વ અને કેટલીક એવી વાતો જે તમને આશ્ચર્યમાં મૂકી દેશે. 'એપ્રિલ ફૂલ ડે'. આ એક એવો દિવસ છે જ્યારે લોકો પોતાના મિત્રો, પરિવારજનો અને સહકર્મીઓ સાથે હળવી મજાક-મસ્તી કરે છે અને એકબીજાને 'મૂર્ખ' બનાવીને આનંદ મેળવે છે. સોશિયલ મીડિયાથી લઈને ઓફિસ સુધી આજે દરેક જગ્યાએ પ્રેન્ક્સ અને રમૂજી કિસ્સાઓનો દોર જોવા મળી રહ્યો છે.

શા માટે ઉજવાય છે આ દિવસ?

એપ્રિલ ફૂલ ઉજવવા પાછળ અનેક રસપ્રદ કથાઓ પ્રચલિત છે. સૌથી લોકપ્રિય માન્યતા મુજબ, 1582 માં ફ્રાન્સે જ્યારે જુલિયન કેલેન્ડર બદલીને ગ્રેગોરિયન કેલેન્ડર અપનાવ્યું, ત્યારે નવું વર્ષ ૧ એપ્રિલને બદલે 1 જાન્યુઆરીએ શરૂ થયું. જે લોકો આ ફેરફારથી અજાણ હતા અને 1એપ્રિલે જ નવું વર્ષ ઉજવતા રહ્યા, તેમને 'એપ્રિલ ફૂલ' કહીને ચીડવવામાં આવ્યા. ત્યારથી આ પરંપરા શરૂ થઈ હોવાનું મનાય છે. જે લોકો આ ફેરફારથી અજાણ હતા અને 1 એપ્રિલે જ નવું વર્ષ ઉજવતા રહ્યા, તેમને 'એપ્રિલ ફૂલ' કહીને ચીડવવામાં આવ્યા. ત્યારથી આ પરંપરા શરૂ થઈ હોવાનું મનાય છે.

રાજા-રાણીના અધૂરા લગ્નનો કિસ્સો

બ્રિટિશ ઈતિહાસ મુજબ, રાજા રિચાર્ડ બીજા અને રાણી એને જાહેરાત કરી હતી કે તેઓ 32 માર્ચના રોજ લગ્ન કરશે. લોકો આ સાંભળીને અત્યંત ઉત્સાહમાં આવી ગયા હતા, પરંતુ પાછળથી તેમને સમજાયું કે કેલેન્ડરમાં 32 માર્ચ જેવી કોઈ તારીખ જ નથી! આમ, આખું નગર મૂર્ખ બન્યું હતું.

 બદલાતી પરંપરા અને સોશિયલ મીડિયા

વર્તમાન સમયમાં એપ્રિલ ફૂલ ડેની ઉજવણીનું સ્વરૂપ બદલાયું છે. હવે વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફેક ન્યૂઝ કે રમૂજી મેસેજ મોકલીને લોકોને મૂર્ખ બનાવવામાં આવે છે. ઘણી મોટી કંપનીઓ પણ આ દિવસે પોતાની નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની ખોટી જાહેરાત કરીને ગ્રાહકો સાથે મજાક કરે છે.

સાવચેતી રાખવી જરૂરી

મજાક-મસ્તીના આ માહોલમાં એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે કોઈની લાગણી દુભાય નહીં. કોઈના સ્વાસ્થ્ય, અકસ્માત કે ગંભીર બીમારીના ખોટા સમાચાર ફેલાવીને મજાક કરવી જોખમી સાબિત થઈ શકે છે. હળવી મજાક માત્ર હસાવવા માટે જ હોવી જોઈએ, હેરાન કરવા માટે નહીં.