અરવલ્લીમાં ભાજપે ફૂંક્યું ચૂંટણીનું રણશિંગું : જિલ્લા-તાલુકા પંચાયત માટે ઉમેદવારો ફાઈનલ, અહીં તપાસો તમારી બેઠકના ઉમેદવાર...

ગુજરાતના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી ચૂંટણીઓને લઈ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ અરવલ્લી જિલ્લામાં પોતાની પકડ મજબૂત કરવા માટે રણશિંગુ ફૂંકી દીધું છે. ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપના મુખ્ય મથક ‘શ્રી કમલમ્’ ખાતે આયોજિત એક મહત્વપૂર્ણ બેઠકમાં લાંબી વિચારણા અને પાયાના કાર્યકરોની લાગણીઓને ધ્યાને લીધા બાદ, અરવલ્લી જિલ્લા પંચાયત અને તેના અંતર્ગત આવતી વિવિધ તાલુકા પંચાયતો માટે પક્ષના સત્તાવાર ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીની જાહેરાત થતાની સાથે જ જિલ્લાના રાજકીય સમીકરણો તેજ બન્યા છે અને કાર્યકરોમાં ભારે ઉત્સાહનો સંચાર થયો છે.
ચૂંટણી લક્ષી આ મહત્વની બેઠક પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્યોએ દરેક બેઠકના ભૌગોલિક અને જ્ઞાતિગત સમીકરણોની ઝીણવટભરી તપાસ કરી હતી. સંગઠનના અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં માત્ર વિજેતા બને તેવા મજબૂત ચહેરાઓને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પ્રદેશ મહામંત્રી અને મુખ્ય મથક પ્રભારી ડો. પ્રશાંત કોરાટ દ્વારા સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી હતી.
નોંધનીય છે કે અરવલ્લી જિલ્લામાં મોડાસા, બાયડ, ધનસુરા, માલપુર અને મેઘરજ જેવા મહત્વના તાલુકાઓમાં સત્તા કબજે કરવા માટે ભાજપે આ વખતે નવા અને યુવા ચહેરાઓને પણ તક આપી છે, જેની સાથે અનુભવી નેતાઓના નામ પણ યાદીમાં સામેલ છે. હવે આગામી દિવસોમાં આ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વિપક્ષી છાવણીમાં હજુ મથામણ ચાલી રહી છે ત્યારે ભાજપે વહેલી તકે નામો જાહેર કરીને પ્રચારમાં સરસાઈ મેળવવાનો પ્રયાસ કર્યો છે. ગ્રામીણ સ્તરે સરકારની યોજનાઓ પહોંચાડવામાં જે લોકોની સક્રિય ભૂમિકા રહી છે, તેમને આ યાદીમાં વિશેષ સ્થાન મળ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
01
02
03
04
05
06
07
08
09
10
11
12