April 3, 2026
ગુજરાત

અરવલ્લી પોલીસ કસ્ટડીમાંથી ભાગેલા યુવકના મોત મામલે હાઈકોર્ટનો સવાલ, મૃતક નશાની હાલતમાં 7 કિલોમીટર ચાલીને ગયો કેવી રીતે ગયો?

03:26:00 PM
Save
Mar 23, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>અરવલ્લી પોલીસ કસ્ટડીમાંથી ભાગેલા યુવકના મોત મામલે હાઈકોર્ટનો સવાલ, </strong></span>મૃતક નશાની હાલતમાં 7 કિલોમીટર ચાલીને ગયો કેવી રીતે ગયો?</p>

અરવલ્લી જિલ્લાના મેઘરજ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં બનેલી એક રહસ્યમય ઘટનાએ હવે કાયદાકીય વળાંક લીધો છે, જેમાં પોલીસની કાર્યપ્રણાલી અને આરોપીઓ પરના આક્ષેપો સામે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી છે. સમગ્ર મામલાની વિગત એવી છે કે ગત ફેબ્રુઆરી માસમાં મેઘરજ પોલીસ દ્વારા 21 વર્ષીય યુવક કિરણને શરાબના નશામાં હોવાના ગુના હેઠળ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસના દાવા મુજબ, આ યુવક પોલીસ ચોકીમાંથી કુદરતી હાજતે જવાનું કહીને ભાગી છૂટ્યો હતો અને ત્યારબાદ સાત કિલોમીટર દૂર આવેલા એક ખેતરની ઇલેક્ટ્રિક ફેન્સિંગને અડકી જવાથી તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનામાં ખેતરના માલિકો ધર્મેશ પટેલ અને વિનોદ પારગી વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, આ કેસમાં પોલીસની વાર્તા તર્કથી પર હોવાનું જણાતા હવે આરોપીઓએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે.

આરોપીઓના વકીલ દ્વારા હાઈકોર્ટમાં ધારદાર રજૂઆત કરવામાં આવી છે કે પોલીસે રજૂ કરેલી ઘટનાની કડીઓ પરસ્પર વિરોધાભાસી છે. એક તરફ પોલીસ એમ કહે છે કે મૃતક યુવક ચિક્કાર નશાની હાલતમાં હતો, તો બીજી તરફ તે પોલીસને થાપ આપીને ભાગી છૂટે અને સાત કિલોમીટર જેટલું અંતર કાપી નાખે તે વાત ગળે ઉતરે તેવી નથી. વધુમાં, આરોપીઓનો દાવો છે કે તેઓએ ખેતર ફરતે કોઈ ઇલેક્ટ્રિક ફેન્સિંગ કરી જ નથી અને મૃતદેહ ખેતરની બાજુમાં આવેલી ખુલ્લી જમીનમાંથી મળી આવ્યો હતો. સૌથી ગંભીર આક્ષેપ એ છે કે મૃતક કિરણના શરીર પર માર મારવાના નિશાન જોવા મળ્યા છે, જે પોલીસ ટોર્ચર તરફ ઈશારો કરે છે. આરોપીઓનું કહેવું છે કે તેમને ખોટી રીતે આ કેસમાં ફસાવી દેવામાં આવ્યા છે અને પોલીસે પોતાની બેદરકારી કે અન્ય હકીકતો છુપાવવા માટે આ આખી વાર્તા ઊભી કરી છે.

આ મામલે સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે પણ પોલીસના તર્ક સામે આશ્ચર્ય અને નારાજગી વ્યક્ત કરી છે. માનનીય કોર્ટે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે નશામાં ધૂત વ્યક્તિ પોલીસના જાપતામાંથી ભાગીને સાત કિલોમીટર સુધી પહોંચી જાય ત્યાં સુધી પોલીસ શું કરતી હતી? વળી, આરોપીને પકડ્યાના માત્ર દોઢ કલાકમાં તેને કઈ રીતે અને કયા સંજોગોમાં છોડી દેવામાં આવ્યો તે પણ એક મોટો સવાલ છે. પોલીસની આ શંકાસ્પદ ભૂમિકાને જોતા હાઈકોર્ટે કેસની ડાયરી અને તપાસના પેપર્સ રજૂ કરવા આદેશ આપ્યો છે. પોલીસ કસ્ટડી અને ત્યારબાદ થયેલા મૃત્યુ વચ્ચેના રહસ્યને ઉકેલવા માટે હવે 27 માર્ચના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે, જે બાદ જ સત્ય બહાર આવવાની શક્યતા છે.