April 4, 2026
ગુજરાત

આદિવાસીઓ બાકાત તો UCC કેવી રીતે કહી શકાય? : અમદાવાદમાં અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસ-ભાજપ પર કર્યા આક્ષેપો...

10:53:00 AM
Save
Apr 4, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>આદિવાસીઓ બાકાત તો UCC કેવી રીતે કહી શકાય? : </strong></span>અમદાવાદમાં અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસ-ભાજપ પર કર્યા આક્ષેપો...</p>

અમદાવાદની મુલાકાતે આવેલા AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ આજે એક પત્રકાર પરિષદમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ને ભાજપની નફરતની રાજનીતિનું પરિણામ ગણાવતા કહ્યું હતું કે, આ કોડ વાસ્તવમાં સમાન કાયદો નથી પરંતુ માત્ર ઉત્તરાખંડના કાયદાની બેઠી નકલ છે. જનતાને ખબર જ નથી કે નિયમો શું છે અને રિપોર્ટ સરકારને મળી અને સરકારે વિધાનસભામાં વિધેયક પસાર કરી દીધું તેમ જણાવ્યુ હતું. ઓવૈસીએ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરના સંદર્ભ ટાંકીને જણાવ્યું હતું કે, મુસ્લિમ સભ્યો માટે બાબા સાહેબનું સ્પષ્ટ વલણ હતું કે આવી બાબતો કોઈના પર દબાણપૂર્વક લાદી શકાય નહીં. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જો 16% આદિવાસીઓને આ કાયદામાંથી બાકાત રાખવામાં આવ્યા હોય, તો તેને 'યુનિફોર્મ' કેવી રીતે કહી શકાય? ઓવૈસીએ આક્ષેપ કર્યો હતો કે આ સક્સેશન એક્ટ મુસ્લિમો પર કેમ લાગુ કરવામાં આવે. તલાક અને ખુલા પણ નહીં થાય, જો લગ્નમાં છૂટ થવું હોય તો એમાં કોર્ટમાં જવું પડશે . તમામ બાબતો હિન્દુ ધર્મનો છે તો એ મુસ્લિમો પર લાગુ કેમ.

સ્પેસિફાઇડ એક્ટ અને ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટના મુદ્દે પણ ઓવૈસીએ સરકારને આડે હાથ લીધી હતી. 1986માં ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ બનાવવામાં આવ્યો . 1991માં રામ મંદિર વિષય હોવાને કારણે કલેક્ટર પાસેથી પરમિશન લેવાનું અમેન્ડમેન્ટ આવ્યું . ત્યારબાદ BJPની સરકાર આવી અને રિલિજિયસ પોઈન્ટ પર નિર્ણય લેવાની સત્તા અપાઈ. તેમણે ઇતિહાસને વાગોળતા કહ્યું કે 1986 અને 1991માં આવેલા સુધારા બાદ હવે 2026માં ભાજપ સરકાર જે નવા નિયમો લાવી રહી છે, તેનાથી ભાજપના નેતાઓને મનમાની કરવાનો 'ફ્રી હેન્ડ' મળશે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે અમદાવાદના પશ્ચિમ વિસ્તારો કદાચ સુરક્ષિત રહી શકે, પરંતુ જુહાપુરા જેવા વિસ્તારોમાં લોકોએ મોટી સમસ્યાઓનો સામનો કરવો પડશે. ઓવૈસીએ સ્પષ્ટ કર્યું કે આ મામલે તેઓ હાઈકોર્ટના 2020ના ચુકાદાને જ માન્ય રાખે છે અને સરકારના નવા નિયમો સામે કાયદાકીય લડત લડવા હાઈકોર્ટમાં રજૂઆત કરશે. તેમણે કટાક્ષ કરતા પૂછ્યું કે જો ગુજરાત એક શાંતિપ્રિય રાજ્ય છે, તો પછી આવા કડક કાયદાઓ બનાવવાની જરૂર જ શું છે?

રાજકીય મોરચે ઓવૈસીએ કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે UCC મામલે કોંગ્રેસનું વલણ શંકાસ્પદ છે અને ઉત્તરાખંડમાં પણ કોંગ્રેસે તેનો વિરોધ કરવાને બદલે સાથ આપ્યો છે. ભાજપ દ્વારા તેમને 'બી ટીમ' ગણાવતા આરોપો પર પલટવાર કરતા ઓવૈસીએ ગર્વથી કહ્યું કે તેઓ 'ઓરિજિનલ M ટીમ' એટલે કે માર્જિનલાઇઝ (વંચિત) લોકોના અવાજ છે. મુસ્લિમ નેતૃત્વના મુદ્દે તેમણે વેધક સવાલ કર્યો કે 1984 પછી છેલ્લે ક્યારે કોઈ મુસ્લિમ સાંસદ જીત્યો હતો? તેમણે સ્પષ્ટ કર્યું કે મુસ્લિમ નેતૃત્વના અભાવ માટે તેઓ જવાબદાર નથી. ucc મામલે કોંગ્રેસ કેમ નથી વિરોધ કરતી, ઉત્તરાખંડમાં સાથે છે કોંગ્રેસ. તેમણે પ્રશ્ન કરતાં વધુમાં જણાવ્યું કે કોંગ્રેસના કયા નેતાના ઘરે બુલ્ડોઝર ચાલ્યું છે. 

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓવૈસીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે AIMIM ગુજરાતની 15 માંથી 6 મહાનગર પાલિકાઓમાં પોતાના ઉમેદવારો ઉતારશે. જેમાં અમદાવાદ, વડોદરા, નવસારી, સુરત, ભાવનગર અને ગાંધીધામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાર્ટીએ 29 તાલુકા પંચાયતો, 18 જિલ્લા પંચાયતો અને 332 નગરપાલિકા બેઠકો પર પણ લડવાની તૈયારી બતાવી છે. અમદાવાદ કોર્પોરેશનની ગત ચૂંટણીમાં મેળવેલી 7  બેઠકોના ઉત્સાહ સાથે ઓવૈસીએ આ વખતે રાજ્યભરમાં વ્યાપ વધારવાની રણનીતિ ઘડી છે. માલદાની ઘટનામાં TMC દ્વારા AIMIMનું નામ લેવા બાબતે તેમણે સ્પષ્ટતા કરી હતી કે તે નેતા તેમની સાથે જોડાયેલા નથી.