April 1, 2026
બોલિવૂડ

લગ્ન બાદ રશ્મિકા મંદાના શૂટિંગમાં બિઝી.....ફેન્સ બોલ્યા- 'ડેડિકેશન હોય તો આવું'

10:53:00 AM
Save
Mar 27, 2026
Share :
<p>લગ્ન બાદ રશ્મિકા મંદાના શૂટિંગમાં બિઝી.....<span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ફેન્સ બોલ્યા- 'ડેડિકેશન હોય તો આવું'</strong></span></p>

દક્ષિણ ભારતીય સિનેમાના લોકપ્રિય કલાકારો રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા લગ્નગ્રંથિથી જોડાયા, આ લગ્ન તેલુગુ અને કોડવા એમ બંને પરંપરાઓ અનુસાર સંપન્ન થયા હતા. સવારે વૈદિક વિધિથી તેલુગુ લગ્ન થયા, જ્યારે સાંજે કોડવા સંસ્કૃતિ મુજબ વિવાહ વિધિ આયોજિત કરાઈ હતી, જે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં રહી હતી. લગ્ન બાદ આ નવદંપતી વિજયના પૈતૃક ગામ, તેલંગણાના મહેબૂબનગર જિલ્લામાં આવેલા થુમ્મનપેટ પહોંચ્યા હતા. ગામલોકોએ પારંપરિક નૃત્ય અને ઉત્સાહ સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અહીં ભગવાન સત્યનારાયણની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ જોડીએ તિરુપતિ બાલાજીના આશીર્વાદ લીધા હતા અને નવા જીવનની શરૂઆત અગાઉ અનેક મંદિરોમાં અન્નદાન પણ કર્યું હતું. એક તાજેતરના ઇન્ટરવ્યુમાં રશ્મિકાએ માતૃત્વ વિશે ભાવુક થઈને વાત કરી હતી. તેણે જણાવ્યું કે તેને બાળકો પ્રત્યે અત્યંત લગાવ છે અને તે અત્યારથી જ તેના આવનારા બાળક વિશે વિચારવા લાગી છે. રશ્મિકાના મતે માતૃત્વ તેના જીવનનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો હશે.

જોકે, તેણે સ્પષ્ટ કર્યું કે હાલ તે પોતાને માનસિક અને શારીરિક રીતે સજ્જ કરી રહી છે અને માતા બનવાને હજુ થોડી વાર છે. લગ્ન પછી પણ રશ્મિકાની વ્યાવસાયિક જિંદગી અત્યંત વ્યસ્ત રહેવાની છે. તે એક્શન, રોમાન્સ અને ઐતિહાસિક એમ વિવિધ પ્રકારની ફિલ્મોમાં દેખાશે. રશ્મિકાએ સાબિત કર્યું છે કે તે લગ્ન બાદ પણ પોતાની કારકિર્દીને નવી ઊંચાઈએ લઈ જવા માટે પૂરી રીતે તૈયાર છે અને પ્રેક્ષકો તેને નવા અવતારમાં જોવા આતુર છે.

રશ્મિકાની આગામી ફિલ્મોમાં 'રણબલી' સૌથી ખાસ છે, કારણ કે આ ફિલ્મમાં તે તેના પતિ વિજય દેવરકોંડા સાથે સ્ક્રીન શેર કરશે. રિયલ લાઈફ જોડીને પડદા પર જોવી એ ફેન્સ માટે સોનામાં સુગંધ ભળવા જેવી વાત હશે, આ સિવાય રશ્મિકા 'કોકટેલ-ટુ'માં શાહિદ કપૂર અને કૃતિ સેનન સાથે દેખાશે. સાથે જ રણબીર કપૂર સાથે 'અનિમલ પાર્ક', અલ્લુ અર્જુન સાથે 'પુષ્પા-૩' અને દીપિકા પદુકોણ સાથેની એક ફિલ્મ પણ પાઇપલાઇનમાં છે. આગામી સમયમાં રશ્મિકા મંદાના ભારતીય સિનેમાના સૌથી મોટા સ્ટાર્સ સાથે પડદા પર રાજ કરશે તે નિશ્ચિત છે.