April 1, 2026
ભારત

કોવિડ બાદ દેશમાં 1024 નવી ટ્રેનો શરૂ કરાઈ, ટ્રેન અકસ્માતોમાં 90 ટકાનો ઘટાડો: લોકસભામાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

01:43:00 PM
Save
Mar 25, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">કોવિડ બાદ દેશમાં 1024 નવી ટ્રેનો શરૂ કરાઈ,</span> ટ્રેન અકસ્માતોમાં 90 ટકાનો ઘટાડો: લોકસભામાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ</strong></p>

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં ભારતીય રેલવેની સિદ્ધિઓ અને નવી સુવિધાઓ અંગે મહત્વપૂર્ણ આંકડા રજૂ કર્યા છે. તેમણે જણાવ્યું કે કોવિડ રોગચાળા પછીના સમયગાળામાં દેશભરમાં મુસાફરોની સુવિધા માટે 1024 નવી ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, રેલવેએ મુસાફરોની સલામતી, સસ્તી મુસાફરી અને ટિકિટ બુકિંગમાં પારદર્શિતા લાવવા માટે અનેક કડક અને અસરકારક પગલાં લીધા છે.

4651 નવા કોચ ઉમેરાયા, 78 ટકા બેઠકો સામાન્ય અને સ્લીપર ક્લાસની 

લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા રેલવે મંત્રીએ માહિતી આપી હતી કે નવી ટ્રેનો શરૂ કરવા ઉપરાંત હાલની ટ્રેનોમાં 4651 નવા કોચ પણ ઉમેરવામાં આવ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રેલવે એ ગરીબ અને મધ્યમ વર્ગ માટે પરિવહનનું મુખ્ય માધ્યમ છે. તેથી, સરકાર તેમને સરળ અને સસ્તું પરિવહન પૂરું પાડવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ ઉદ્દેશ્યથી જ દેશની ટ્રેનોમાં કુલ બેઠકોમાંથી 78 ટકા બેઠકો ફક્ત સામાન્ય અને સ્લીપર શ્રેણીઓ માટે ફાળવવામાં આવી છે.

ટિકિટ બુકિંગમાં છેતરપિંડી રોકવા 3 કરોડ નકલી IRCTC એકાઉન્ટ નિષ્ક્રિય 

ઓનલાઈન ટિકિટ બુકિંગમાં થતી કાળાબજારી અને છેતરપિંડીને રોકવા માટે લેવાયેલા કડક પગલાં વિશે માહિતી આપતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે સાચા મુસાફરો સરળતાથી ટિકિટ બુક કરાવી શકે તે સુનિશ્ચિત કરવા માટે તંત્ર સતત કાર્યરત છે. આ કવાયતના ભાગરૂપે રેલવે દ્વારા અત્યાર સુધીમાં 3 કરોડથી વધુ નકલી IRCTC એકાઉન્ટ્સને ઓળખી કાઢીને નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે.

રેલવે સલામતી માટે 1,20,000 કરોડનું રોકાણ, અકસ્માતોમાં 90 ટકાનો ઘટાડો 

ટ્રેન મુસાફરીની સલામતી અંગેના પ્રશ્નોના ઉત્તરમાં મંત્રીએ ગૃહને આશ્વાસન આપ્યું હતું કે સરકાર સલામતી પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ સઘન પ્રયાસોના પરિણામે દેશમાં ટ્રેન અકસ્માતોમાં 90 ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભારતીય રેલવેના માળખાને વધુ સુરક્ષિત અને આધુનિક બનાવવા માટે સલામતી પાછળ 1,20,000 કરોડ રૂપિયાનું માતબર રોકાણ કરવામાં આવી રહ્યું છે.