April 1, 2026
ગુજરાત

હરાજીની મિલકતની નોંધણીમાં હવે નહીં આવે અડચણ: ગુજરાત હાઈકોર્ટ

10:50:00 AM
Save
Mar 25, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>હરાજીની મિલકતની નોંધણીમાં હવે નહીં આવે અડચણ: </strong></span>ગુજરાત હાઈકોર્ટ</p>

ગુજરાત હાઈકોર્ટે મિલકત ખરીદદારોના હિતમાં એક ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, બેન્કની હરાજી દ્વારા ખરીદાયેલી મિલકતના વેચાણ દસ્તાવેજ કે પ્રમાણપત્રની નોંધણી કરવાનો ઈનકાર સરકારી સત્તાવાળાઓ કરી શકે નહીં. જસ્ટિસ હેમંત એમ. પ્રચ્છકની અદાલતે મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું કે, ભલે મિલકત પર કોઈ અગાઉનો સરકારી બોજો કે જપ્તીનો હુકમ હોય, પરંતુ એકવાર બેન્ક દ્વારા કાયદેસરની પ્રક્રિયા હેઠળ વેચાણ પ્રમાણપત્ર જાહેર કરવામાં આવે એટલે સબ-રજીસ્ટ્રાર તેની નોંધણી કરવા માટે બંધાયેલા છે.

ભાવનગરની એક મિલકતના વિવાદમાં આવેલા આ આદેશથી હવે રાજ્યભરમાં હરાજીમાં મિલકત લેનારા હજારો લોકોને મોટી કાયદાકીય રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે મિલકત ખરીદદારો અને બેન્કિંગ ક્ષેત્ર માટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટપણે ઠરાવ્યું છે કે બેન્ક હરાજી  દ્વારા ખરીદવામાં આવેલી મિલકતના વેચાણ દસ્તાવેજ અથવા પ્રમાણપત્રની નોંધણી કરવાનો ઈનકાર સરકારી સત્તાવાળાઓ કરી શકે નહીં. આ ચુકાદાથી હરાજીમાં મિલકત ખરીદનારાઓ માટે કાયદાકીય માર્ગ મોકળો થયો છે. ભલે સંબંધિત મિલકત પર અગાઉનો કોઈ સરકારી બોજો કે જપ્તીનો હુકમ બોલતો હોય, તેમ છતાં સત્તાવાળાઓ દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા અટકાવી શકે નહીં.

કાયદેસરની પ્રક્રિયા દ્વારા થયેલી હરાજીમાં ખરીદનારના હિતોનું રક્ષણ કરવું અનિવાર્ય છે. ચુકાદામાં વધુમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, એકવાર બેન્ક દ્વારા યોગ્ય કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને વેચાણ પ્રમાણપત્ર જાહેર કરવામાં આવે, ત્યારબાદ સંબંધિત નોંધણી અધિકારી આવા વ્યવહારોની નોંધણી કરવા માટે કાયદેસર રીતે બંધાયેલા છે. તેઓ કોઈ પણ વહીવટી કારણો આગળ ધરીને આ પ્રક્રિયામાં વિલંબ કરી શકે નહીં. કોર્ટે આદેશ આપ્યો હતો કે અરજદાર અને બેન્ક વચ્ચે થયેલા વેચાણ દસ્તાવેજ અને પ્રમાણપત્રની નોંધણીની કાર્યવાહી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે.

આ ચુકાદાએ સ્પષ્ટ કર્યું કે બેન્કનો પ્રથમ ચાર્જ અન્ય સરકારી લેણાં કરતા ઉપર રહી શકે છે, આ ચુકાદાને પગલે હવે રાજ્યભરમાં બેન્ક હરાજી દ્વારા ખરીદાયેલી મિલકતોના રજીસ્ટ્રેશન આડેના તમામ અવરોધો દૂર થયા છે. હરાજીમાં રોકાણ કરનારા લોકો જે અત્યાર સુધી સરકારી વિભાગોના આંતરિક વિવાદો અને બોજાના કારણે હેરાન થતા હતા, તેમને હવે મોટી કાયદાકીય રાહત મળી છે અને તેમની માલિકીના હક્કો સુરક્ષિત બન્યા છે.