April 9, 2026
સ્પોર્ટ્સ

PSLમાં જીત છતાં બાબર નારાજ! કોહલી જેવો ‘ફિનિશર’ નથી તેવા સવાલ પર મરચું લાગ્યું!

03:14:00 PM
Save
Apr 9, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>PSLમાં જીત છતાં બાબર નારાજ! </strong></span>કોહલી જેવો ‘ફિનિશર’ નથી તેવા સવાલ પર મરચું લાગ્યું!</p>

વિરાટ કોહલી અને બાબર આઝમ વચ્ચે કોણ શ્રેષ્ઠ છે? આ સવાલ ક્રિકેટ જગતમાં વર્ષોથી ચર્ચાય છે, પરંતુ હવે આ તુલનાથી બાબર આઝમ પોતે કંટાળી ગયો હોય તેમ લાગે છે. PSL 2026ની મેચ બાદ જ્યારે બાબરને તેની ફિનિશિંગ ક્ષમતા અંગે કોહલી સાથે સરખાવીને સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેણે સંયમ ગુમાવીને પત્રકારને સ્ટેજ પર જ રોકડું પરખાવી દીધું હતું. પાકિસ્તાન સુપર લીગ 2026 માં પેશાવર જાલ્મીની જીત બાદ એક નવો વિવાદ સર્જાયો છે. ટીમના કેપ્ટન બાબર આઝમ અને ભારતીય દિગ્ગજ વિરાટ કોહલી વચ્ચેની સતત સરખામણીથી કંટાળેલા બાબરે પ્રેસ કોન્ફરન્સમાં પોતાનો પિત્તો ગુમાવ્યો હતો અને આ ચર્ચાને કાયમી માટે વિરામ આપવા કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી.

કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં બાબર આઝમની આગેવાનીમાં પેશાવર જાલ્મીએ હૈદરાબાદ કિંગ્સમેન સામે ૬ વિકેટે વિજય મેળવ્યો હતો. મેચ બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે એક પત્રકારે બાબરની સરખામણી વિરાટ કોહલી સાથે કરી અને કોહલીને શ્રેષ્ઠ 'ફિનિશર' ગણાવ્યો, ત્યારે બાબર આઝમ ભડકી ઉઠ્યો હતો. પત્રકારના સવાલનો જવાબ આપતા બાબરે રોકડું પરખાવતા કહ્યું હતું કે, “આ બધી વાતો અહીં જ ખતમ કરો અને તમારી પાસે રાખો. મારી સરખામણી કરવાનું બંધ કરો. આ તમારી ગેરસમજ છે કે મેં મેચ ફિનિશ નથી કરી.” બાબરનો આ આક્રમક અંદાજ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.

આ મેચમાં બાબરે 37 બોલમાં 43 રન બનાવી ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી, પરંતુ તે છેલ્લે સુધી ક્રિઝ પર ટકી શક્યો નહોતો. જોકે, ઇફ્તિખાર અહેમદની આક્રમક બેટિંગને કારણે પેશાવરનો વિજય થયો હતો. આ જીત બાદ પણ વિરાટ કોહલી સાથેના તુલનાત્મક સવાલોએ બાબરને માનસિક રીતે અકળાવી દીધો હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બાબર આઝમ અગાઉ અનેકવાર વિરાટ કોહલી પ્રત્યે પોતાનું સન્માન વ્યક્ત કરી ચૂક્યો છે.

પરંતુ સોશિયલ મીડિયા અને મીડિયા રિપોર્ટ્સમાં સતત બંનેની તુલના કરવામાં આવતી હોવાથી ખેલાડીઓ પર માનસિક દબાણ વધતું જાય છે. આ જીત સાથે બાબર આઝમની ટીમ પેશાવર જાલ્મી પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ છે. બાબર અત્યાર સુધી PSL 2026ની બે મેચમાં 82 રન બનાવી ચૂક્યો છે. આગામી સમયમાં કરાચી કિંગ્સ સામેના મુકાબલામાં પણ બાબરના પ્રદર્શન પર સૌની મીટ રહેશે.