April 1, 2026
બોલિવૂડ

વેડિંગ બેલ્સ! શું બાદશાહે પંજાબી અભિનેત્રી સાથે ચૂપચાપ લગ્ન કરી લીધા? વાયરલ ફોટો પાછળનું સત્ય

03:19:00 PM
Save
Mar 24, 2026
Share :
<p>વેડિંગ બેલ્સ! <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>શું બાદશાહે પંજાબી અભિનેત્રી સાથે ચૂપચાપ લગ્ન કરી લીધા? </strong></span>વાયરલ ફોટો પાછળનું સત્ય</p>

ભારતીય સંગીત જગતના જાણીતા રેપર અને સિંગર બાદશાહ (આદિત્ય પ્રતિક સિંહ સિસોદિયા) ફરી એકવાર પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. અત્યંત ખાનગી રીતે પંજાબી એક્ટ્રેસ ઈશા રિખી સાથે લગ્ન કર્યા હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયુવેગે ફેલાઈ રહ્યા છે, જેના કારણે ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. જોકે બાદશાહ કે ઈશા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ઈશા રિખીની માતા પૂનમ રિખીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં બાદશાહ અને ઈશા સાથે જોવા મળી રહ્યા છે અને માતાના આશીર્વાદ વાળી પોસ્ટને કારણે આ જોડીએ લગ્ન કરી લીધા હોવાની અટકળોને મજબૂત સમર્થન મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બાદશાહ અને ઈશા છેલ્લા 4 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંને ઘણીવાર સાથે જોવા મળતા હતા પરંતુ તેમણે ક્યારેય પોતાના સંબંધો વિશે જાહેરમાં ખુલીને વાત કરી નહોતી. હવે આ લાંબા સમયના રિલેશનશિપને તેમણે લગ્નનું નામ આપ્યું હોવાનું મનાઈ રહ્યું છે.

વાઈરલ થયેલા ફોટા અને વીડિયો પરથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે બાદશાહ અને ઈશાએ કોઈ મોટા ગાજવીજ વગર, માત્ર નજીકના પરિવારજનોની હાજરીમાં સાદગીપૂર્વક લગ્ન કરવાનું પસંદ કર્યું છે. પંજાબી રિવાજો મુજબ થયેલા આ લગ્ન અત્યંત અંગત રાખવામાં આવ્યા હોવાનું જણાય છે. બાદશાહના આ બીજા લગ્ન છે. વર્ષ 2012માં તેમણે જેસ્મિન મસીહ સાથે લગ્ન કર્યા હતા. બાદશાહ અને જેસ્મિનને એક પુત્રી પણ છે જેનું નામ જેસેમી મસીહ સિંહ છે.

જોકે, આ સંબંધ લાંબો સમય ટકી શક્યો ન હતો અને વર્ષ 2017થી જ તેઓ અલગ રહેવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા પર બાદશાહના ચાહકો આ સમાચાર સાંભળીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને નવા દંપતીને આશીર્વાદ આપી રહ્યા છે. બાદશાહની નવી જિંદગીની શરૂઆતને લઈને પંજાબી અને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના કલાકારો પણ તેમને આડકતરી રીતે અભિનંદન પાઠવી રહ્યા છે.

કોણ છે ઈશા રિખી?

ઈશા રિખી પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. મૂળ ચંદીગઢની રહેવાસી ઈશાએ મોડેલિંગથી કારકિર્દીની શરૂઆત કરી હતી અને 'જટ બોયઝ પુત જટ્ટન દે' ફિલ્મ દ્વારા અભિનય ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. તે પંજાબી સિનેમાની સુપરહિટ ફિલ્મો જેવી કે 'જટ એન્ડ જુલિયટ' અને 'અરદાસ'માં જોવા મળી ચૂકી છે. પંજાબી ફિલ્મોમાં સફળતા મેળવ્યા બાદ ઈશાએ બોલિવૂડમાં પણ પોતાની ઓળખ બનાવી છે. તેણે વરુણ ધવન અને રાઘવ જુયાલ સ્ટારર ફિલ્મ 'નવાબઝાદે' દ્વારા હિન્દી સિનેમામાં એન્ટ્રી કરી હતી. આ સિવાય તેણે અનેક લોકપ્રિય પંજાબી મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે, જેના કારણે યુવા પેઢીમાં તે ખૂબ જ લોકપ્રિય છે.