April 2, 2026
રાજનીતિ

બંગાળ ચૂંટણી : ભાજપે જાહેર કરી 13 ઉમેદવારોની યાદી, મયનાગુડી બેઠક પર ઉમેદવાર બદલાયા... 

11:22:00 AM
Save
Mar 31, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>બંગાળ ચૂંટણી : </strong></span>ભાજપે જાહેર કરી 13 ઉમેદવારોની યાદી, <strong>મયનાગુડી બેઠક પર ઉમેદવાર બદલાયા... </strong></p>

પશ્ચિમ બંગાળ વિધાનસભાની રસાકસી ભરેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે સવારે પોતાના 13 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરીને રાજકીય ગરમાવો વધારી દીધો છે. આ યાદીમાં સૌથી વધુ ચર્ચિત નામ કોંગ્રેસના જૂના જોગી અને કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના સતત ચાર વખતના કાઉન્સિલર સંતોષ પાઠકનું છે, જેઓ તાજેતરમાં જ પક્ષમાં જોડાયા હતા. ભાજપે તેમને મધ્ય કોલકાતાની હાઈપ્રોફાઈલ ગણાતી ચૌરંગી બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. હિન્દી ભાષી મતદારોમાં મજબૂત પકડ ધરાવતા સંતોષ પાઠકને ટિકિટ આપીને ભાજપે કોલકાતાની બેઠકો જીતવા માટે ચોક્કસ ગણિત માંડ્યું હોય તેમ જણાય છે. આ નવી યાદી સાથે હવે ભાજપે કુલ 294 બેઠકોમાંથી 288 બેઠકો પર ઉમેદવારોના નામ સ્પષ્ટ કરી દીધા છે, જ્યારે હવે માત્ર ગણતરીની છ બેઠકો પર સસ્પેન્સ બાકી રહ્યું છે.

કયા ઉમેદવારને ક્યાંથી ટિકિટ મળી?
આશુતોષ બર્મા - સીતાઈ
ગિરિજા શંકર રોય - નટબારી
સોમા ઠાકુર - બગડા
ઉત્તમકુમાર વણિક - મગરાહત પૂર્વ
દેવાંશુ પાંડા - ફાલ્ટા
દેબાશીશ ધર - સોનારપુર ઉત્તર
શ્યામલ હાટી - હાવડા દક્ષિણ
સંતોષ પાઠક - ચૌરંગી
રંજન કુમાર પોલ - પંચાલા
પીયૂષ કાંતિ દાસ - ચાંદીપુર
પ્રદીપ લોઢા - ગરબેટા
માનવ ગુહા - મેમારી
અરિજિત રોય - બારાબાની

આ ચૂંટણી પ્રક્રિયામાં ભાજપે રણનીતિના ભાગરૂપે એક મોટો ફેરફાર પણ કર્યો છે. અગાઉ જાહેર કરવામાં આવેલી બીજી યાદીમાં સુધારો કરતા ઉત્તર બંગાળની મયનાગુડી (અનામત) બેઠક પરથી જૂના ઉમેદવારને હટાવીને હવે ડાલિમ રાયને તક આપવામાં આવી છે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર સામાજિક સંતુલન અને સ્થાનિક સમીકરણોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. સાથોસાથ, મહિલા મતદારોને રીઝવવા માટે ઉત્તર 24 પરગણાની બાગદા બેઠક પરથી સોમા ઠાકુરને મેદાનમાં ઉતારીને મહિલા પ્રતિનિધિત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આ સિવાય સિતઈથી આશુતોષ વર્મા, નાટાબારીથી ગિરિજા શંકર રોય અને હાવડા દક્ષિણથી શ્યામલ હાટી જેવા નામો પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.

આ વખતના ચૂંટણી જંગમાં સૌથી દિલધરક મુકાબલો ભવાનીપુર બેઠક પર જોવા મળશે, જ્યાં ભાજપે મુખ્યમંત્રી મમતા બેનર્જીની સામે વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીને મેદાનમાં ઉતાર્યા છે. ખાસ વાત એ છે કે સુવેન્દુ અધિકારી નંદીગ્રામ બેઠક પરથી પણ નસીબ અજમાવી રહ્યા છે, જેના કારણે આ જંગ પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે. એક તરફ તૃણમૂલ કોંગ્રેસ તેના તમામ 291 ઉમેદવારો જાહેર કરી ચૂકી છે, ત્યારે ભાજપ હવે અંતિમ તબક્કાની તૈયારીઓમાં વ્યસ્ત છે. રાજ્યમાં 23 અને 29 એપ્રિલના રોજ બે તબક્કામાં મતદાન થશે અને સમગ્ર દેશની નજર 4 મેના રોજ જાહેર થનારા પરિણામો પર ટકેલી છે. સોનારપુર ઉત્તરથી દેબાશિષ ધર અને મેમારીથી માનવ ગુહા જેવા નવા ચહેરાઓ ભાજપના વિજય રથને આગળ ધપાવશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.