April 1, 2026
ગુજરાત

સાવધાન! ડેટિંગ એપ પર ફ્રેન્ડશિપ પડી મોંઘી: વડોદરામાં યુવકને હનીટ્રેપમાં ફસાવતી રાજકોટની ગેંગનો પર્દાફાશ

04:11:00 PM
Save
Mar 27, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">સાવધાન! ડેટિંગ એપ પર ફ્રેન્ડશિપ પડી મોંઘી:</span> વડોદરામાં યુવકને હનીટ્રેપમાં ફસાવતી રાજકોટની ગેંગનો પર્દાફાશ</strong></p>

સોશિયલ મીડિયા અને ડેટિંગ એપ્લિકેશનના વધતા ઉપયોગની સાથે હનીટ્રેપના કિસ્સાઓમાં પણ ચિંતાજનક ઉછાળો આવ્યો છે. માસૂમ લોકોને પ્રેમ અથવા મિત્રતાની જાળમાં ફસાવી, ત્યારબાદ નકલી પોલીસ બની કે બદનામીનો ડર બતાવી નાણાં અને દાગીના પડાવતી ટોળકીઓ સક્રિય થઈ છે. અજાણી વ્યક્તિઓ સાથે ઓનલાઈન સંપર્ક કરતી વખતે સતર્કતા રાખવી હવે અનિવાર્ય બની ગઈ છે.

ડેટિંગ એપથી મિત્રતા અને પછી લૂંટનો ખેલ

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં રાજકોટની કુખ્યાત ગેંગની સંડોવણી સામે આવી છે. એક ખાનગી કંપનીમાં એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવતા 30 વર્ષના યુવકે એક વેબસાઇટ પર પોતાની પ્રોફાઇલ મૂકી હતી. આરોપીઓએ યુવકને ડેટિંગ એપના માધ્યમથી વીડિયો કોલ કરી વાઘોડિયારોડ પર ઉમા ચાર રસ્તા પાસે મળવા બોલાવ્યો હતો. ત્યારબાદ યુવકને એક ફ્લેટમાં લઈ જઈ આરોપીઓએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી અને તેને ધમકાવી સોનાના દાગીના પડાવી લીધા હતા.

પાણીગેટ પી.આઈ. એ.બી. પટેલની ટીમે તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપીઓ મેરિલેન્ડ હોટલમાં રોકાયા હતા. હોટલ રજિસ્ટરમાંથી તેમના આધાર કાર્ડ અને ગાડીનો નંબર મળી આવ્યા હતા. પોલીસે રાજકોટની મુમતાઝ યોગેશભાઇ શીંગરની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ ગુનામાં કુલ 6 આરોપીઓની સંડોવણી છે, જેમાં મુમતાઝનો પતિ યોગેશ, નિકુંજ ગોંડલીયા, જનક સીંગર, કેતન દેગામા અને અન્ય એક શખ્સનો સમાવેશ થાય છે.

પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ ગેંગ અગાઉ પણ આવા ગુનાઓમાં સંડોવાયેલી રહી છે. હાલ પોલીસ અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.