ભારતી સિંહ હસાવતી-હસાવતી બની કરોડોની માલિક, જુઓ તેની લક્ઝરી લાઈફસ્ટાઈલ
ટેલિવિઝન જગતનો જાણીતો ચહેરો અને 'લાફ્ટર શેફ' રિયાલિટી શોની લોકપ્રિય હોસ્ટ ભારતી સિંહ આજે સફળતાના શિખરે છે. અમૃતસરના એક સામાન્ય પરિવારમાં જન્મેલી ભારતીએ સાબિત કરી દીધું છે કે ટેલેન્ટ અને સખત મહેનતના જોરે કોઈપણ મુકામ હાંસલ કરી શકાય છે. તાજેતરના અહેવાલો મુજબ, ભારતી સિંહની કુલ સંપત્તિ અને લક્ઝરી લાઈફસ્ટાઈલ મોટા બોલિવૂડ સેલેબ્સને પણ ટક્કર આપી રહી છે.
41 વર્ષીય ભારતી સિંહની અંદાજિત કુલ સંપત્તિ 80 કરોડ રૂપિયા છે. આજે તે ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી મોંઘી કોમેડિયન અને હોસ્ટમાંની એક ગણાય છે. તે માત્ર શો દ્વારા જ નહીં, પરંતુ મોટી બ્રાન્ડ્સની જાહેરાતો દ્વારા પણ કરોડોની કમાણી કરે છે. ભારતીનું બાળપણ ખૂબ જ આર્થિક સંઘર્ષમાં વીત્યું હતું. પંજાબ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ તેણે 'કોમેડી સર્કસ' દ્વારા મનોરંજનની દુનિયામાં એન્ટ્રી કરી હતી.
આજે તે 'ધ કપિલ શર્મા શો', 'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ' અને 'ખતરો કે ખેલાડી' જેવા મોટા રિયાલિટી શોનો અનિવાર્ય હિસ્સો બની ચૂકી છે. ભારતી સિંહે 3 ડિસેમ્બર 2017ના રોજ લેખક-નિર્માતા હર્ષ લિમ્બાચિયા સાથે લગ્ન કર્યા હતા. બે બાળકોની માતા હોવા છતાં, ભારતીએ ક્યારેય કામમાં વિરામ લીધો નથી.
તેની કાર્યનિષ્ઠા એવી છે કે તે પ્રેગ્નન્સી દરમિયાન પણ સતત શૂટિંગ કરતી જોવા મળી હતી. જે લાખો લોકો માટે પ્રેરણારૂપ છે. હાલમાં ભારતી સિંહ કુકિંગ રિયાલિટી શો 'લાફ્ટર શેફ' માં હોસ્ટ તરીકે જોવા મળી રહી છે, જ્યાં તેના મજબૂત કોમિક ટાઈમિંગ અને સ્પષ્ટવક્તા સ્વભાવને કારણે શોની લોકપ્રિયતા આસમાને પહોંચી છે.