April 11, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

કોનું પત્તું કપાયું અને કોનું લાગ્યું? ભરૂચ જિલ્લા પંચાયત, તાલુકા અને પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી, જાણો ભાજપે કોને આપી ટિકિટ?

01:33:00 PM
Save
Apr 11, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);"><strong>કોનું પત્તું કપાયું અને કોનું લાગ્યું? </strong></span>ભરૂચ જિલ્લા પંચાયત, તાલુકા અને પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો નક્કી, <strong>જાણો ભાજપે કોને આપી ટિકિટ?</strong></p>

ભરૂચ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરીને ચૂંટણીનો જંગ તેજ બનાવી દીધો છે. ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની મહત્વની બેઠકમાં લાંબી ચર્ચાઓ અને મંથન બાદ આખરી મહોર મારવામાં આવી હતી. આ બેઠકમાં ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં જિલ્લાની ભૌગોલિક અને જ્ઞાતિગત સમીકરણોને ધ્યાને રાખીને મુરતિયાઓ પસંદ કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો માટેના ઉમેદવારોની સાથે જ જંબુસર, આમોદ, વાગરા, અંકલેશ્વર, હાંસોટ અને ભરૂચ સહિતની તાલુકા પંચાયતો તેમજ ભરૂચ, જંબુસર, આમોદ અને અંકલેશ્વર નગરપાલિકાના વિવિધ વોર્ડ માટે ભાજપે પોતાના મહારથીઓને મેદાનમાં ઉતાર્યા છે.

નામોની જાહેરાત થતાની સાથે જ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ટિકિટ વાંછુઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગીના સૂર પણ ઉઠ્યા છે. 'કમલમ્' ખાતેથી લીલી ઝંડી મળતા જ હવે ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે પોતાના મતવિસ્તારોમાં પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. આ ચૂંટણીમાં ભાજપે અનુભવી ચહેરાઓ અને યુવા જોશના મિશ્રણને પ્રાધાન્ય આપ્યું હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. આગામી દિવસોમાં ભરૂચ જિલ્લાની આ બેઠકો પર રસાકસીભર્યો જંગ જામશે તે નક્કી છે, કારણ કે આ ચૂંટણીના પરિણામો જિલ્લાના આગામી પાંચ વર્ષના વિકાસ અને રાજકીય દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. રાજકીય વિશ્લેષકોના મતે, આ વખતે ભાજપે જે રીતે ઉમેદવારોની પસંદગી કરી છે તે જોતા વિપક્ષ માટે આ કિલ્લો જીતવો પડકારજનક બની રહેશે.

જુઓ સંપૂર્ણ યાદી... 

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20