April 11, 2026
ગુજરાત

ભરૂચ : નેત્રંગની ચાસવડ મંડળીમાં ₹1.69 કરોડનું કૌભાંડ: પૂર્વ પ્રમુખ સહિત 17 હોદ્દેદારોને વ્યક્તિગત વસૂલાત

02:05:00 PM
Save
Apr 9, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ભરૂચ : નેત્રંગની ચાસવડ મંડળીમાં ₹1.69 કરોડનું કૌભાંડ: </span>પૂર્વ પ્રમુખ સહિત 17 હોદ્દેદારોને વ્યક્તિગત વસૂલાત</strong></p>

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની ચાસવડ સ્થિત દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં થયેલા કરોડો રૂપિયાના નાણાકીય કૌભાંડમાં સહકારી વિભાગે આકરું વલણ અપનાવ્યું છે. પશુપાલકોના લોહી-પરસેવાની કમાણી ઓળવી જનારા પૂર્વ હોદ્દેદારો સામે તપાસના અંતે કુલ ₹1,69,85,877.63 ની જંગી રકમની વસૂલાતનો હુકમ કરવામાં આવ્યો છે. 

સહકારી કાયદાની કલમ 93 હેઠળ વ્યક્તિગત જવાબદારી નક્કી

નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં અંદાજે ₹3.19 કરોડની ગેરરીતિઓ સામે આવ્યા બાદ લાંબા સમયથી તપાસ ચાલી રહી હતી. સહકારી કાયદાની કલમ 93 હેઠળ હાથ ધરાયેલી આ ઝીણવટભરી તપાસમાં તપાસ અધિકારીએ નિષ્કર્ષ કાઢ્યો છે કે આ રકમ માટે સંસ્થા નહીં પણ તે સમયના કમિટી સભ્યો અને ડિરેક્ટરો વ્યક્તિગત રીતે જવાબદાર રહેશે. હુકમ મુજબ, પૂર્વ પ્રમુખ કવિ વસાવા અને ઉપપ્રમુખ અરવિંદ વસાવાએ વ્યક્તિગત રીતે ₹18-18 લાખની રકમ ભરપાઈ કરવી પડશે. આ ઉપરાંત અન્ય 15 પૂર્વ ડિરેક્ટરોને પણ સરેરાશ ₹8 થી ₹10 લાખ સુધીની રકમ ભરવા આદેશ કરાયો છે.

ગિફ્ટ લહાણી અને ખોટા બિલો દ્વારા આચર્યું કૌભાંડ

કૌભાંડની પદ્ધતિ તપાસતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. સહકારી નિયમો મુજબ માત્ર શેર સભાસદોને જ ₹750 ની મર્યાદામાં ગિફ્ટ આપી શકાય છે, પરંતુ સત્તાના નશામાં ચૂર હોદ્દેદારોએ બિન-સભાસદોને પણ લહાણી કરી કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હતું. તપાસમાં એ પણ ફલિત થયું છે કે અનેક કિસ્સાઓમાં કોઈ પણ પ્રકારની ગિફ્ટ લાવ્યા વિના જ માત્ર ખોટા બિલો રજૂ કરી ₹1.69 કરોડની રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈ પશુપાલકો સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. આદિવાસી સમાજના પશુપાલકોના વિશ્વાસનો ભંગ કરી આર્થિક ગેરરીતિ આચરનારા આ 17 કસૂરવારો પર હવે કાયદાનો ગાળિયો કસાયો છે.

30 દિવસનું અલ્ટીમેટમ અને મિલકતો ટાંચમાં લેવાની ચેતવણી

તપાસ અધિકારીએ આ તમામ કસૂરવારોને 30 દિવસનું કડક અલ્ટીમેટમ આપતા જણાવ્યું છે કે, આદેશ મળ્યાના એક માસમાં રકમ મંડળીમાં જમા કરાવી તેની પાકી રસીદ મેળવી લેવી. નોંધનીય છે કે, આ રકમ પર 1 April 2024 થી અમલી બને તે રીતે 10% વાર્ષિક વ્યાજ પણ વસૂલવામાં આવશે. જો નિર્ધારિત સમયમર્યાદામાં રકમ ભરપાઈ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં કસૂરવારોની વ્યક્તિગત મિલકતો અને અસ્કયામતો ટાંચમાં લેવા સહિતની કડક ફોજદારી કાર્યવાહી હાથ ધરવાની તૈયારી તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે.