April 1, 2026
ક્રાઈમ

ભરૂચમાં  7 બાળકોના પિતા અને કેનેડિયન OCI કાર્ડ ધરાવતા મૌલવી સામે દુષ્કર્મનો આક્ષેપ, કાળાજાદુ અને ધર્મપરિવર્તન મામલે હાઇકોર્ટમાં સુનાવણી

03:19:00 PM
Save
Mar 24, 2026
Share :
<p>ભરૂચમાં  7 બાળકોના પિતા અને કેનેડિયન OCI કાર્ડ ધરાવતા મૌલવી સામે દુષ્કર્મનો આક્ષેપ, <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>કાળાજાદુ અને ધર્મપરિવર્તન મામલે હાઇકોર્ટમાં સુનાવણી</strong></span></p>

ભરૂચના પાનોલી વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સાત બાળકોના પિતા અને કેનેડાનું OCI કાર્ડ ધરાવતા ૫૨ વર્ષીય મૌલવી અજવાદ અહેમદ સામે 28 વર્ષીય NGO યુવતીએ દુષ્કર્મ, કાળાજાદુ અને ધર્મપરિવર્તનના ગંભીર આક્ષેપો કર્યા છે. પીડિતાનો આરોપ છે કે મૌલવીએ તેને 'તાવીજ' આપી કાળાજાદુના બહાને વિચિત્ર ગંધવાળું પાણી પીવડાવી અર્ધબેભાન અવસ્થામાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. ભરૂચ સેશન્સ કોર્ટે મૌલવીની વિકૃત અને હિંસક માનસિકતાને ધ્યાને રાખી જામીન નકારતા, હવે આ મામલો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે.

જ્યાં એકતરફ મૌલવી તેને 'સહમતિના સંબંધો' ગણાવી રહ્યો છે, ત્યારે બીજી તરફ તપાસમાં તેના રૂમમાંથી વાયગ્રા અને અન્ય વાંધાજનક વસ્તુઓ મળી આવતા કાયદાકીય ગુંચવણ વધી છે .મળતી માહિતી મુજબ , 28 વર્ષીય યુવતી NGO સાથે સંકળાયેલ છે. આરોપીની દલીલ મુજબ તેને અગાઉ બે વખત લગ્ન કર્યા છે અને તેને 02 બાળકો પણ છે. આરોપી અને યુવતી 8 ઓક્ટોબર, 2025 ના રોજ સંપર્કમાં આવ્યા હતા. આરોપી રોજ તેને મેસેજ કરતો હતો. તેઓ હોટેલ અને સ્ટાર બક્સ કોફી શોપમાં પણ ગયા હતા. યુવતી અરજદારના ઘરે તેના ગામમાં મળવા ગઈ હતી. ત્યારે આરોપી ઘરમાં એકલો હતો. યુવતી તેના ગામથી સુરત જવા નીકળી હતી આરોપીએ તેના ખાતામાં 11 હજાર રૂપિયા ગૂગલ પેથી મોકલી આપ્યા હતા, તેમજ ઘટના બાદ બંને વચ્ચે વાત પણ થઈ હતી. યુવતી ને આરોપી મેસેજ કરતો હોવાનો વાંધો નહોતો, આ લગ્ન બાહ્યના સંબંધો હતા.

આરોપીના કહ્યા મુજબ આ સહમતિના સંબંધો હતા, ઘટનાના ત્રણ દિવસ સુધી યુવતી ચૂપ રહી હતી, ત્યારબાદ તેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેના શરીર ઉપર જબરજસ્તી કર્યાના કે ઇજાના કોઈ નિશાન નથી. વળી ફરિયાદી યુવતી દ્વારા ધર્મ પરિવર્તન કરવાની વાતનો આક્ષેપ પણ ખોટો છે. જ્યારે ભરૂચની સેશન્સ કોર્ટમાં આરોપીને જામીન આપવા વિરુદ્ધ સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપી કેનેડિયન પાસપોર્ટ ધરાવે છે. જો તેને જામીન આપવામાં આવશે તો તે ભાગી જશે. આરોપીએ યુવતીને લગ્ન કરવા અને ધર્મ પરિવર્તન કરવા સમજાવી હતી. વળી આરોપીએ બીજા લગ્ન પણ કર્યા છે, તેની બીજી પત્નીના જણાવ્યા મુજબ આરોપી હિંસક, વિકૃત અને કામુક સ્વભાવનો છે.

જેથી ફરિયાદી યુવતી સાથે તેને આવું વર્તન કરેલું હોઈ શકે. આરોપીએ ફરિયાદી યુવતીને તાવીજ નો ફોટો આપીને તેને સાત દિવસ ઓશીકા નીચે મુકવા કહ્યું હતું. કાળાજાદુને લઈને યુવતીને એક વિચિત્ર ગંધનું પાણી પીવડાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપી એક મદરેસાનો મૌલવી છે, જે કાળો જાદુ જાણે છે. જ્યારે ભોગ બનનાર એક હિન્દુ યુવતી છે, તેને જામીન મળતા આરોપી તેને હેરાન કરી શકે તેમ છે.તપાસ દરમિયાન આરોપીના રૂમમાંથી વાયગ્રાની ટેબલેટ અને જેલી જેવું સોલ્યુશન પણ મળી આવેલ છે. વળી તે સાત બાળકોનો પિતા પણ છે.