April 1, 2026
જય કિસાન

ખેડૂતો નોંધ લેજો! ભાવનગર યાર્ડમાં કાલથી મિની વેકેશનનો પ્રારંભ, જાણો ક્યારથી હરાજીના શ્રીગણેશ થશે... 

09:09:00 AM
Save
Mar 25, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>ખેડૂતો નોંધ લેજો! </strong></span>ભાવનગર યાર્ડમાં કાલથી મિની વેકેશનનો પ્રારંભ, જાણો ક્યારથી હરાજીના શ્રીગણેશ થશે... </p>

ભાવનગર શહેર અને જિલ્લાના ખેડૂતો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં ભાવનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા આગામી દિવસોમાં સતત 6 દિવસ સુધી મીની વેકેશન રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણય પાછળ આગામી દિવસોમાં આવતા રામનવમી અને મહાવીર જયંતી જેવા પવિત્ર તહેવારોની સાથે સાથે નાણાકીય વર્ષના અંત એટલે કે 'માર્ચ એન્ડિંગ'ના વહીવટી કામકાજને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. માર્કેટિંગ યાર્ડમાં તા. 26 માર્ચથી લઈને 31 માર્ચ સુધી અનાજ, કઠોળ, તેલીબિયાં, કપાસ અને ડુંગળી જેવી તમામ મુખ્ય જણસીઓની જાહેર હરાજીનું કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે, જેને પગલે યાર્ડના પટાંગણમાં થોડા દિવસો માટે શાંતિ જોવા મળશે. જોકે, આ દરમિયાન સામાન્ય જનતાને હાલાકી ન પડે તે હેતુથી શાકભાજી વિભાગની આવક અને હરાજી શરૂ રાખવાનો નિર્ણય લેવાયો છે, પરંતુ લીંબુની હરાજી માત્ર 26મી તારીખે બંધ રહેશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે.

વર્તમાન સમયમાં જ્યારે માર્કેટિંગ યાર્ડમાં સીઝનનો માહોલ જામ્યો છે, ત્યારે આ વેકેશન ખેડૂતો અને વેપારીઓ બંને માટે ખાસ સાવચેતીનો સંકેત છે. અત્યારે ભાવનગર-ઘોઘા યાર્ડમાં નવા ઘઉંની આવક પૂરજોશમાં છે અને દરરોજ અંદાજે ત્રણ હજાર જેટલી ગુણીઓ ઠલવાઈ રહી છે, સાથે જ ધાણા અને ડુંગળીની આવક પણ નોંધપાત્ર જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં 6 દિવસનો વિરામ આવતા ખેડૂતોએ પોતાની જણસી વેચવા માટે હવે એપ્રિલ મહિનાની રાહ જોવી પડશે. આ મીની વેકેશન બાદ 1 એપ્રિલથી તમામ જણસીઓની જાહેર હરાજી રાબેતા મુજબ અને નવા જોમ સાથે ફરી શરૂ કરી દેવામાં આવશે. ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન પોતાની જણસી યાર્ડમાં ન લાવવા અને 1 એપ્રિલથી રાબેતા મુજબના શિડ્યુલને અનુસરવા વિનંતી કરવામાં આવી છે.