April 8, 2026
ક્રાઈમ

ભાવનગર સાયબર ફ્રોડ કૌભાંડ: ગુજસીકોટના ગુનામાં વધુ 9 આરોપીઓ ઝડપાયા, 21 કરોડના ટ્રાન્જેક્શનનો પર્દાફાશ, બે દિવસના રિમાન્ડ મંજૂર

07:00:00 PM
Save
Apr 8, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ભાવનગર સાયબર ફ્રોડ કૌભાંડ:</span> ગુજસીકોટના ગુનામાં વધુ 9 આરોપીઓ ઝડપાયા, 21 કરોડના ટ્રાન્જેક્શનનો પર્દાફાશ, બે દિવસના રિમાન્ડ મંજૂર</strong></p>

ભાવનગરના ચકચારી સાયબર ફ્રોડ કૌભાંડમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. ગુજસીકોટ હેઠળ તપાસ ચલાવી રહેલી પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા વધુ 9 આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓએ ભાડે રાખેલા 134 બેંક ખાતાઓ દ્વારા અંદાજે 21.37 કરોડ રૂપિયાના શંકાસ્પદ ટ્રાન્જેક્શન કર્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટની ગુજસીકોટ કોર્ટે તમામ આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

કરોડોના ફ્રોડ અને ક્રિપ્ટો કરન્સીનું કનેક્શન

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ટોળકી છેલ્લા 3 વર્ષથી ભાવનગર, રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં સક્રિય હતી. તેઓ નિર્દોષ વ્યક્તિઓના નામે કુલ 134 બેંક એકાઉન્ટ ભાડે મેળવી તેમાં સાયબર છેતરપિંડીના નાણાં જમા કરાવતા હતા. અત્યાર સુધીમાં આ ખાતાઓમાંથી કુલ 21,37,22,177 રૂપિયાના વ્યવહારો થયા હોવાની પુષ્ટિ થઈ છે. આરોપીઓ આ નાણાંને ઓનલાઈન બેંકિંગ દ્વારા ટ્રાન્સફર કરી ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી દેતા હતા અથવા તો એટીએમ અને ચેક દ્વારા ઉપાડીને સગેવગે કરી દેતા હતા.

મુખ્ય સૂત્રધાર દશરથ સામે બે ગુજસીકોટ, હજુ પોલીસ પકડથી દૂર

આ સમગ્ર કૌભાંડનો માસ્ટર માઈન્ડ દશરથ રામજીભાઈ ધાંધલ્યા હજુ પણ ફરાર છે. એએસપી ઘનશ્યામ ગૌતમે માહિતી આપતા જણાવ્યું હતું કે, દશરથ અગાઉ ભરૂચમાં પકડાયો હતો, પરંતુ ત્યાંથી તે પોલીસ કસ્ટડીમાંથી નાસી છૂટ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દશરથ ગુજરાતનો એવો પ્રથમ ગુનેગાર છે જેના પર અલગ-અલગ બે ગુજસીકોટના ગુના નોંધાયા છે. પોલીસની અલગ-અલગ ટીમો હાલ તેને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરી રહી છે.

પકડાયેલા આરોપીઓ અને કોર્ટ કાર્યવાહી

બોરતળાવ પોલીસ મથકમાં નોંધાયેલા આ ગુનામાં ગુજસીકોટની કલમો ઉમેર્યા બાદ તપાસ અત્યંત તેજ કરવામાં આવી છે. હાલમાં પકડાયેલા આરોપીઓમાં અર્પણ ઉર્ફે લખન જોસેતા, શૈલેષ ઉર્ફે ભૂરો ચૌધરી, રાહુલ ગોહેલ, શાહીન કુરેશી, માહીન કુરેશી, મિહિર સરવૈયા, અમન ઓફાણી, હર્ષદસિંહ સરવૈયા અને દીપક ગોહિલનો સમાવેશ થાય છે. પોલીસે આ તમામ 9 શખ્સોને રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ અને પુરાવા એકત્રિત કરવા માટે 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.