April 11, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

ભાવનગરમાં મેયર, ડેપ્યુટી મેયર, નેતા, દંડક સહિત ભાજપના અનેક દિગ્ગજોના પત્તા કપાયા : નવા ચહેરાઓને મળી તક

02:57:00 PM
Save
Apr 11, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ભાવનગરમાં મેયર, ડેપ્યુટી મેયર, નેતા, દંડક સહિત ભાજપના અનેક દિગ્ગજોના પત્તા કપાયા :</span> નવા ચહેરાઓને મળી તક</strong></p>

ભાવનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ટિકિટ ફાળવણીમાં ભાજપે 'નો-રિપીટ' થિયરી અપનાવતા વર્તમાન મેયર, ડેપ્યુટી મેયર અને શાસક પક્ષના નેતા સહિત અનેક દિગ્ગજોની ટિકિટ કાપી નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે.

માત્ર 7 કોર્પોરેટર રિપીટ, નવા અને યુવા ચહેરાઓને સ્થાન

ગઈકાલે મોડી રાત્રે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલી 47 ઉમેદવારોના નામની યાદીમાં માત્ર 7 જૂના ઉમેદવારોને જ રિપીટ કરવામાં આવ્યા છે. પાર્ટીએ આ વખતે સામાજિક સમરસતા અને જ્ઞાતિગત સમીકરણોને પ્રાધાન્ય આપીને નવા અને ઉત્સાહી ચહેરાઓને તક આપી છે. આ ઉમેદવારોમાં શિક્ષણ સમિતિના બે સભ્યો, બે પૂર્વ ડેપ્યુટી મેયર, પૂર્વ નગરસેવકો, પૂર્વ મહામંત્રી તેમજ યુવા મોરચાના હોદ્દેદારોનો સમાવેશ થાય છે. શિક્ષિત અને સામાજિક રીતે સક્રિય મહિલા ઉમેદવારોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે.

36 પીઢ નેતાઓની બાદબાકીથી રાજકારણમાં ગરમાવો

સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે પક્ષે 36 જેટલા મોટા કાર્યકરોને પડતા મૂક્યા છે. વર્તમાન મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, દંડક અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ટિકિટ કપાઈ છે. આ ઉપરાંત પૂર્વ મેયર કીર્તિબેન દાણીધારિયા, પૂર્વ મેયર ભરતભાઈ બારડ, શહેર પ્રમુખ કુમાર શાહ, અમરશી ચુડાસમા, સેજલ ગોહેલ, ગોપાલ મકવાણા અને દિલીપ જોબનપુત્રા જેવા સ્થાપિત નેતાઓની પણ બાદબાકી કરવામાં આવી છે. 

વિવિધ વોર્ડના મુખ્ય ઉમેદવારો પર એક નજર

જાહેર થયેલી યાદી મુજબ કેટલાક મહત્વના વોર્ડમાં નીચે મુજબના ઉમેદવારોને સ્થાન મળ્યું છે. જેમાં વોર્ડ નંબર 1: હીરાબેન કુકડિયા, પાયલ પંચાલ, સંજય રાઠોડ અને ઉપેન્દ્રસિંહ ચુડાસમા, વોર્ડ નંબર 3: ઉષાબેન ગોહેલ, દિપ્તીબેન ધારેયા, હરેશભાઈ મેણીયા અને લાલાભાઈ વાજા, વોર્ડ નંબર 7: જાગૃતિબેન રાવણ, દક્ષાબેન ભટ્ટ, સંજયભાઈ શાહ અને ભાવિકભાઈ મણિયાર, વોર્ડ નંબર 12: વંદના જંબુચા, જાગૃતિબેન પટેલ, જસવંતસિંહ ગોહિલ અને કિશનભાઈ મહેતાને ટિકિટ આપવામાં આવી છે.