April 9, 2026
ગુજરાત

નેતાઓ માટે નો-એન્ટ્રી : રોડ-રસ્તા અને ગટરની સમસ્યાથી ત્રસ્ત ભુજના વોર્ડ-8ના લોકોએ મતદાનનો કર્યો બહિષ્કાર... 

02:31:00 PM
Save
Apr 9, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>નેતાઓ માટે નો-એન્ટ્રી : </strong></span>રોડ-રસ્તા અને ગટરની સમસ્યાથી ત્રસ્ત ભુજના વોર્ડ-8ના લોકોએ મતદાનનો કર્યો બહિષ્કાર... </p>

ભુજ શહેરના વોર્ડ નંબર 8માં સમાવિષ્ટ મધવનગર વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે, જેના પરિણામે સ્થાનિક રહીશોમાં તંત્ર અને શાસકો પ્રત્યે ભારે રોષ ફાટી નીકળ્યો છે. 
આ અંગે મધવનગરના રહીશ જુગર ગોરએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના લોકો રોડ-રસ્તા, ગટરની કથળતી હાલત અને ખાસ કરીને રહેણાંક વિસ્તારમાં ફૂટી નીકળેલા હોટલોના ગેરકાયદેસર બાંધકામોથી ત્રાહિમામ પોકારી ગયા છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા, આખરે મધવનગરના રહીશોએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો સામૂહિક બહિષ્કાર કરવાનો મક્કમ નિર્ણય લીધો છે. લોકોએ પોતાની સોસાયટીના પ્રવેશદ્વાર પર "રાજકીય નેતાઓએ પ્રવેશ કરવો નહીં" તેવા બેનરો લગાવીને સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ બંનેને આકરો સંદેશ આપ્યો છે.મધવનગરના રહીશ જુગર ગોર

સ્થાનિક રહીશોનો આરોપ છે કે ચૂંટણી સમયે મતો માંગવા આવતા નેતાઓ જીત્યા પછી આ વિસ્તારની સમસ્યાઓ તરફ ડોકિયું પણ કરતા નથી. મધવનગરની ગલીઓમાં ઉભરાતી ગટરો અને ચોમાસામાં કાદવ-કીચડથી લથબથ રસ્તાઓને કારણે વૃદ્ધો અને બાળકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. આ ઉપરાંત, આસપાસમાં થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામોને કારણે વિસ્તારની શાંતિ હણાતી હોવાની અને ટ્રાફિકની સમસ્યાઓ વધતી હોવાની ફરિયાદો પણ ઉઠી છે. સ્થાનિકોએ નગરપાલિકાના હોદ્દેદારોથી લઈને જિલ્લા કલેક્ટર સુધી રજૂઆતો કરી હોવા છતાં, તંત્રના બહેરા કાને અથડાઈને આ ફરિયાદો પાછી ફરે છે, જેના કારણે હવે જનતાએ 'વોટ' ને જ હથિયાર બનાવવાનું નક્કી કર્યું છે.

વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકાના સત્તાધીશો માત્ર આશ્વાસનો આપે છે. હવે અમારી ધીરજ ખૂટી ગઈ છે. જ્યાં સુધી અમારા વિસ્તારના રોડ-રસ્તા અને ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે અને ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી મધવનગરનો એક પણ નાગરિક મતદાન મથક સુધી જશે નહીં. લોકશાહીમાં જો જનતાના કામ ન થતા હોય તો આવી ચૂંટણીનો કોઈ અર્થ રહેતો નથી. આ બહિષ્કાર એ માત્ર વિરોધ નથી, પણ સિસ્ટમ સામેનો અમારો આક્રોશ છે." મધવનગરના આ આક્રમક વલણને જોતા હવે તંત્ર દોડતું થાય છે કે કેમ તે જોવું રહ્યું.