April 1, 2026
સ્પોર્ટ્સ

રાજસ્થાન રોયલ્સને મોટો ફટકો: સ્ટાર ઓલરાઉન્ડર થાય ઈજા ગ્રસ્ત, IPL માં રમી શકશે ?

04:25:00 PM
Save
Mar 20, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">રાજસ્થાન રોયલ્સને મોટો ફટકો:</span> સ્ટાર ઓલરાઉન્ડર થાય ઈજા ગ્રસ્ત, IPL માં રમી શકશે ?</strong></p>

કોઈપણ મોટી ટુર્નામેન્ટની શરૂઆત પહેલા ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન માટે સૌથી મોટું ટેન્શન ખેલાડીઓની ફિટનેસ હોય છે. મહિનાઓ અગાઉ તૈયાર કરેલી રણનીતિ અને લાખોના ટ્રેડિંગ બાદ જ્યારે કોઈ મુખ્ય ખેલાડી મેચના ગણતરીના દિવસો પહેલા જ ઈજાગ્રસ્ત થાય, ત્યારે આખી ટીમનું સંતુલન બગડી જતું હોય છે. ખાસ કરીને ઓલરાઉન્ડર ખેલાડીની ગેરહાજરી બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં ખાલીપો સર્જે છે. રાજસ્થાન રોયલ્સ માટે આ વખતે કંઈક આવું જ 'પ્રી-સીઝન ટેન્શન' ઊભું થયું છે, કારણ કે તેમના સ્ટાર ઇંગ્લિશ ઓલરાઉન્ડર સેમ કરન ગંભીર ઈજાનો શિકાર બન્યા છે.

ગ્રોઈન ઈન્જરી બની વિલન

તાજેતરના અહેવાલો મુજબ, ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડી Sam Curran ને ગ્રોઈન ઇન્જરી (Groin Injury) થઈ છે. આ ઈજા એટલી ગંભીર માનવામાં આવે છે કે તેઓ આખી 2026 ની સીઝન ગુમાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, સેમ કરન છેલ્લે 5 માર્ચના રોજ ભારત સામે T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં રમતા જોવા મળ્યા હતા. રાજસ્થાન રોયલ્સે આ વર્ષે જ ટ્રેડિંગ વિન્ડો દ્વારા સંજુ સેમસનના બદલામાં રવીન્દ્ર જાડેજા અને સેમ કરનને પોતાની ટીમમાં સામેલ કર્યા હતા. ડેબ્યૂ મેચ પહેલા જ કરનની વિદાયથી રાજસ્થાનના આયોજન પર પાણી ફરી વળ્યું છે.

મોંઘા ખેલાડીથી ટ્રેડિંગ સુધીની સફર

સેમ કરન આઈપીએલ ઈતિહાસના સૌથી ચર્ચિત ખેલાડીઓમાંથી એક રહ્યા છે. વર્ષ 2019 માં પંજાબ કિંગ્સ સાથે સફર શરૂ કર્યા બાદ તેઓ CSK માટે પણ રમ્યા હતા. વર્ષ 2023 માં તેઓ 18.5 કરોડની માતબર રકમ સાથે આઈપીએલ ઈતિહાસના સૌથી મોંઘા ખેલાડી બન્યા હતા. 2025 માં ચેન્નાઈએ તેમને 2.4 કરોડમાં ખરીદ્યા હતા, જે બાદ તેઓ ટ્રેડ થઈને રાજસ્થાન રોયલ્સમાં આવ્યા હતા.

વિકલ્પની શોધમાં રાજસ્થાન રોયલ્સ

સેમ કરનની ગેરહાજરીમાં હવે રાજસ્થાન રોયલ્સ તેમના રિપ્લેસમેન્ટ પર વિચાર કરી રહ્યું છે. જોકે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ ટીમ પાસે હાલમાં વિકલ્પો છે:

Ravindra Jadeja: અનુભવી ઓલરાઉન્ડર તરીકે ટીમની કમાન સંભાળશે.

Donovan Ferreira: પાવર-હિટિંગ અને ઓફ-સ્પિન બોલિંગમાં સક્ષમ આ ખેલાડીને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી શકે છે.

રાજસ્થાન રોયલ્સ માટે હવે એ પડકાર રહેશે કે ડાબોડી ઓલરાઉન્ડર અને ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ તરીકે સેમ કરનની ખોટ કોણ પૂરી કરશે.