ઈંધણ સંકટ પર મોટો રાજકીય ટ્વિસ્ટ, વિપક્ષી સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ PM મોદીને આપ્યો ખુલ્લો સમર્થન
પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને સંભવિત ઈંધણ સંકટ વચ્ચે સરકારની સક્રિયતા પર હવે વિપક્ષ તરફથી પણ સમર્થનના સુર સંભળાઈ રહ્યા છે. શિવસેના (યુબીટી)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંધણ પુરવઠા અંગે યોજાયેલી મહત્વની બેઠકની પ્રશંસા કરી છે અને તેને અત્યંત જરૂરી પગલું ગણાવ્યું છે.
તેમણે કહ્યું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને જોતાં આવી તૈયારીઓ અનિવાર્ય છે, જેથી દેશમાં ઈંધણની અછત અને કિંમતો પર અસરને નિયંત્રિત કરી શકાય. પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું કે PM મોદી આ સંકટ અંગે સક્રિય છે – ક્યારેક ઈરાનના રાષ્ટ્રપતિ સાથે સંપર્ક કરે છે, તો ક્યારેક ઈઝરાયલ અને અમેરિકા સાથે પણ આ મુદ્દે ચર્ચા કરે છે.
યુદ્ધને ત્રીજુ અઠવાડિયુ પણ શાંતિના કોઈ સંકેત નથી
તેમણે ઉમેર્યું કે મિડલ ઈસ્ટ સંકટની અસર ભારત પર પણ દેખાઈ રહી છે. દેશમાં હોટલો તો ખુલ્લી છે પરંતુ LPGની અછતને કારણે આઈટમ્સ ઓછા થઈ ગયા છે. 'યુદ્ધ થંભવાના કોઈ ચિહ્નો નથી' – તેમણે કહ્યું કે, યુદ્ધને ત્રીજુ અઠવાડિયુ થઈ ગયુ છે પરંતુ, શાંતિના કોઈ સંકેત દેખાતા નથી. આવી પરિસ્થિતિમાં તમામ મંત્રીઓ સાથે PM મોદી દ્વારા સંકટ પર ચર્ચા કરવી સરાહનીય છે.
View this post on Instagram
વિશેષજ્ઞો શું માને છે?
વિશેષજ્ઞોના મતે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર ભારત જેવા આયાત-નિર્ભર દેશો પર પડી શકે છે, જેનાથી માત્ર ઈંધણની કિંમતોમાં ઉતાર-ચઢાવ જ નહીં પરંતુ સપ્લાય ચેઈન પણ અસરગ્રસ્ત થઈ શકે છે. આવી સ્થિતિમાં સરકારની આ બેઠક ઊર્જા સુરક્ષાના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પશ્ચિમ એશિયા અને ઈરાન-યુએસ તણાવને કારણે વૈશ્વિક તેલ બજારમાં અનિશ્ચિતતા વધી છે અને ભારત જેવા આયાત પર આધારિત દેશો માટે પડકારો વધુ તીવ્ર બની રહ્યા છે. વિપક્ષી સાંસદનું આ સમર્થન રાજકીય વર્તુળમાં મોટો ટ્વિસ્ટ ગણાઈ રહ્યો છે.