બિગ બોસ ફેમ 62 વર્ષીય અભિનેત્રીએ ભૂતકાળના પડદા ખોલ્યા...6 પુરુષો સાથે રહ્યા મારા સંબંધ
બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને 'બિગ બોસ 19'ની પૂર્વ સ્પર્ધક કુનિકા સદાનંદ ફરી એકવાર પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં આવી છે. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ પોતાની રિલેશનશિપ હિસ્ટ્રી વિશે અત્યંત બેબાક અને ખુલ્લેઆમ વાત કરી છે. 62 વર્ષીય અભિનેત્રીએ સ્વીકાર્યું છે કે તેમના જીવનમાં અત્યાર સુધી કુલ 6 પુરુષો સાથે ગંભીર સંબંધો રહ્યા છે. કુનિકાએ જણાવ્યું કે, "મારા જીવનમાં બે લિવ-ઇન રિલેશનશિપ, બે લગ્ન અને બે નોર્મલ રિલેશન રહ્યા છે. આમ, કુલ મળીને છ પુરુષો સાથે મારા સંબંધો રહ્યા છે."
અભિનેત્રીએ ઉમેર્યું હતું કે તેમના માટે કોઈપણ સંબંધમાં પ્રેમ અને સમર્પણ સૌથી મહત્વના તત્વો છે, અને તેમણે હંમેશા પ્રેમને પ્રાધાન્ય આપ્યું છે.પોતાના લગ્નજીવનના કડવા અનુભવો વહેંચતા કુનિકાએ કહ્યું કે, તેમના પ્રથમ લગ્ન સમયે તેઓ ખૂબ જ નાની ઉંમરના હતા અને તેમનામાં પરિપક્વતાનો અભાવ હતો. એક એરફોર્સ ઓફિસરના આધુનિક પરિવારમાંથી આવતા હોવા છતાં, તેમના લગ્ન એક રૂઢિચુસ્ત મારવાડી પરિવારમાં થયા હતા. ત્યાં તેમણે આખો દિવસ ઘૂંઘટ ઓઢીને રહેવું પડતું હતું, જે તેમની આઝાદ જીવનશૈલીથી તદ્દન વિપરીત હતું.
આ વૈચારિક મતભેદોને કારણે પ્રથમ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં. કુનિકા સદાનંદના બીજા લગ્ન અમેરિકા સ્થિત વિનય લાલ સાથે થયા હતા. આ લગ્નથી તેમને અયાન લાલ નામનો પુત્ર પણ છે. જોકે, આ સંબંધમાં પણ સુખ અને શાંતિ ન મળતા અંતે તેમણે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો. કુનિકાએ ગાયક કુમાર સાનુ સાથેના પોતાના ચર્ચિત સંબંધો વિશે પણ મૌન તોડ્યું હતું.
કુમાર સાનુ એકબીજાના પ્રેમમાં હતા, પરંતુ કુમાર સાનુ અગાઉથી પરિણીત હોવાને કારણે આ સંબંધ આગળ વધી શક્યો નહીં અને તેનો કરુણ અંત આવ્યો.અત્રે ઉલ્લેખનીય છે કે કુનિકા સદાનંદે અનેક બોલિવૂડ ફિલ્મોમાં નકારાત્મક અને સહાયક ભૂમિકાઓ ભજવીને પોતાની ઓળખ બનાવી છે અને 'બિગ બોસ 19' માં પણ તેઓ પોતાના સ્પષ્ટવક્તા સ્વભાવને કારણે ખૂબ જાણીતા બન્યા હતા.