April 1, 2026
ભારત

ઔરંગાબાદમાં કાળજું કંપાવતી ઘટના: કાકાએ 3 માસૂમ ભત્રીજા-ભત્રીજીની ગળું કાપીને કરી હત્યા

05:57:00 PM
Save
Mar 27, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ઔરંગાબાદમાં કાળજું કંપાવતી ઘટના: </span>કાકાએ 3 માસૂમ ભત્રીજા-ભત્રીજીની ગળું કાપીને કરી હત્યા</strong></p>

બિહારના ઔરંગાબાદ જિલ્લામાં શુક્રવારે એક અત્યંત હચમચાવી મૂકનારી ઘટના સામે આવી છે. કાકાએ પોતાના જ પરિવારના 3 માસૂમ બાળકોની તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપીને નિર્મમ હત્યા કરી નાખી છે. આ ઘાતકી કૃત્યને અંજામ આપ્યા બાદ આરોપીએ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જે હાલ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

હસપુરાના ખુટાઠન ગામની હચમચાવનારી ઘટના 

પોલીસના જણાવ્યા અનુસાર, આ ચોંકાવનારી ઘટના શુક્રવારે હસપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખુટાઠન ગામમાં બની હતી. આરોપીની ઓળખ પરિવારના નાના ભાઈ અમંત પાલ તરીકે થઈ છે. તેણે ઘરમાં ઘૂસીને તેના બે ભત્રીજા અને એક ભત્રીજી પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો અને ત્રણેયના ગળા કાપી નાખ્યા હતા. મૃતક બાળકોની ઓળખ 10 વર્ષીય અનીશ કુમાર, 7 વર્ષીય આયુષ કુમાર અને 5 વર્ષીય અનુષ્કા કુમારી તરીકે થઈ છે. આ ત્રણેય બાળકો ગુડ્ડુ પાલના સંતાનો છે.

લાઉડસ્પીકર ચાલુ કરી બાળકોને રહેંસી નાખ્યા, આરોપીનો પણ આત્મહત્યાનો પ્રયાસ 

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અમંત પાલ શુક્રવારે સવારે 11 વાગ્યાની આસપાસ ઘરે આવ્યો હતો. દરવાજો ખખડાવીને ઘરમાં પ્રવેશ્યા બાદ, બાળકોનો અવાજ બહાર ન જાય તે માટે તેણે કથિત રીતે લાઉડસ્પીકર ચાલુ કરી દીધું હતું અને ત્યારબાદ માસૂમો પર હુમલો કર્યો હતો. બાળકો ભયથી ચીસો પાડી ઉઠ્યા હતા પરંતુ તેમને બચાવી શકાયા નહોતા. આ બર્બર હત્યાકાંડ બાદ આરોપીએ પોતાનું ગળું કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેને તાત્કાલિક ઔરંગાબાદની સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હાલત નાજુક હોવાથી વધુ સારવાર માટે પટના રિફર કરવામાં આવ્યો છે.

પિતા ટ્રેનમાં રસોઈયા છે, હત્યાના કારણની સઘન તપાસ શરૂ 

ત્રણ નિર્દોષ બાળકોની ઘાતકી હત્યાથી સમગ્ર વિસ્તારમાં શોક અને ગભરાટનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે પરિવારજનો આ આઘાતથી ભાંગી પડ્યા છે. દાઉદનગરના SDPO અશોક કુમાર દાસે વિગતો આપતા જણાવ્યું હતું કે, માહિતી મળતાની સાથે જ હસપુરા પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સઘન તપાસ શરૂ કરી હતી. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, મૃતક બાળકોના પિતા ગુડ્ડુ પાલ ટ્રેનની પેન્ટ્રી કારમાં રસોઈયા તરીકે કામ કરે છે. પ્રથમ દ્રષ્ટિએ આરોપી કાકો જ આ ગુના માટે જવાબદાર જણાય છે.