April 11, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

ભાજપમાં જોડાયાના 24 કલાકમાં જ પૂર્વ AAP નેતા રાજુ કરપડાને મળી ટિકિટ, મૂળી-2 બેઠકથી લડશે ચૂંટણી

04:42:00 PM
Save
Apr 11, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ભાજપમાં જોડાયાના 24 કલાકમાં જ પૂર્વ AAP નેતા રાજુ કરપડાને મળી ટિકિટ, </span>મૂળી-2 બેઠકથી લડશે ચૂંટણી</strong></p>

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા યુવા ખેડૂત નેતા રાજુ કરપડાને પક્ષમાં જોડાયાના 24 કલાકમાં જ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી-2 બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. બીજી તરફ પૂર્વ IPS અધિકારી મનોજ નિનામાને પણ ભાજપમાં જોડાતાની સાથે જ ટિકિટ ફાળવવામાં આવી છે.

AAP માંથી રાજીનામું અને ભાજપમાં પ્રવેશ

સૌરાષ્ટ્રના યુવા ખેડૂત નેતા અને AAP ના કિસાન સેલના પૂર્વ હોદ્દેદાર રાજુ કરપડાએ આ વર્ષની શરૂઆતમાં જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. ગત વર્ષે બોટાદમાં 'કડાડા પ્રથા' વિરુદ્ધ આંદોલન ચલાવવા બદલ તેમની ધરપકડ થઈ હતી. જેલમાંથી મુક્ત થયા બાદ તેમણે AAP થી અંતર જાળવી રાખ્યું હતું અને ગુરુવારે ઔપચારિક રીતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ભાજપમાં જોડાતી વખતે તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં ખેડૂતોના કલ્યાણ માટે વધુ અસરકારક રીતે કામ કરવા મેં આ નિર્ણય લીધો છે.

સુરેન્દ્રનગરમાં રાજકીય ચહલપહલ, મૂળી-2 થી ઉમેદવારી

રાજુ કરપડાના ભાજપ પ્રવેશના માત્ર એક દિવસ બાદ જ શુક્રવારે પક્ષ દ્વારા તેમને મૂળી-2 બેઠક પરથી જિલ્લા પંચાયતના ઉમેદવાર જાહેર કરી દેવાયા છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે તેમને એક નવા ચહેરા તરીકે મેદાનમાં ઉતાર્યા છે. આ ઝડપી નિર્ણયને કારણે સુરેન્દ્રનગરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

પૂર્વ IPS અધિકારી મનોજ નિનામાને પણ મળી ટિકિટ

કરપડાની સાથોસાથ ગુરુવારે ભાજપમાં જોડાયેલા પૂર્વ IPS અધિકારી મનોજ નિનામાને પણ ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ગુજરાત કેડરના અધિકારી નિનામાએ છેલ્લે ગાંધીનગરમાં ટ્રાફિક શાખામાં પોલીસ મહાનિરીક્ષક તરીકે સેવા આપી હતી અને નિવૃત્તિના થોડા સમય પહેલા જ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. તેઓ ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના વતની છે અને શામળાજી ખાતે ભાજપમાં જોડાયા હતા. પક્ષે તેમને અરવલ્લી જિલ્લાની ઓઢ જિલ્લા પંચાયત બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે.