April 9, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

દાહોદ લોકલ બોડી ઈલેક્શન: ભાજપે જાહેર કરી ઉમેદવારોની યાદી, પાયાના કાર્યકરોને મળી પ્રાધાન્ય

07:24:00 PM
Save
Apr 9, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>દાહોદ લોકલ બોડી ઈલેક્શન:</strong></span> ભાજપે જાહેર કરી ઉમેદવારોની યાદી, પાયાના કાર્યકરોને મળી પ્રાધાન્ય</p>

દાહોદ જિલ્લો એ આદિવાસી બહુલ વિસ્તાર હોવાથી ભાજપે અહીં ખૂબ જ સાવચેતીપૂર્વક ઉમેદવારોની પસંદગી કરી છે. જિલ્લા પંચાયતની બેઠકો પર એવા ચહેરાઓને ઉતારવામાં આવ્યા છે જેઓ સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવે છે. ભાજપે દાહોદમાં પરંપરાગત વોટબેંકને સાચવી રાખવા માટે પૂર્વ ધારાસભ્યોના ટેકેદારો અને પાયાના સંગઠનલક્ષી કાર્યકરો વચ્ચે સમતુલા જાળવવાનો સફળ પ્રયાસ કર્યો છે.

આ વખતની યાદીમાં સૌથી મોટું પાસું 'નો-રિપીટ થીયરી' જોવા મળી રહ્યું છે. સુરેન્દ્રનગર અને અરવલ્લીની જેમ દાહોદમાં પણ અનેક જૂના જોગીઓના પત્તા કાપીને નવા અને શિક્ષિત યુવાઓને મેદાનમાં ઉતારાયા છે. પક્ષના આ નિર્ણયથી પ્રસ્થાપિત નેતાઓમાં ક્યાંક નારાજગી જોવા મળી રહી છે, પરંતુ હાઈકમાન્ડે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે પક્ષમાં કામ કરનારા દરેક કાર્યકરને તક આપવામાં આવશે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં અનુભવી ચહેરાઓ અને પાયાના કાર્યકરો વચ્ચે સંતુલન જાળવવામાં આવ્યું છે.

21 જેટલી મહત્વની બેઠકો પર ઉમેદવારો જાહેર કરીને ભાજપે પ્રચાર અભિયાનમાં સરસાઈ મેળવી લીધી છે. નિમેષભાઈ ભૂરાભાઈ ભૂરિયા, સુનંદાબહેન વસંતભાઈ, કિશોરી મનીષાબહેન, અલ્પેશભાઈ નિનામા, રમીલાબહેન લલિતભાઈ પટેલ, મધુબહેન સિંગાડ સ્થાનિક સ્તરે સક્રિય એવા કાર્યકરો પર વિશ્વાસ મૂક્યો છે. ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ જિલ્લાભરમાં વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાની અને જનસંપર્કની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દાહોદ જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોમાં મહિલા ઉમેદવારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. અનામત બેઠકો ઉપરાંત સામાન્ય બેઠકો પર પણ ભાજપે સક્ષમ મહિલા ચહેરાઓને તક આપી છે.

આ ઉપરાંત, વિવિધ જ્ઞાતિ અને સમાજના સમીકરણોને આધારે ટિકિટની વહેંચણી કરવામાં આવી છે, જેથી વિરોધ પક્ષો માટે કોઈ કચાશ ન રહી જાય. માત્ર દાહોદ જ નહીં, પણ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત અને અરવલ્લીમાં પણ ભાજપે પોતાની રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે. વાવ-થરાદ પંથકમાં પણ પેટાચૂંટણીના અનુભવોને ધ્યાને રાખી ઉમેદવારો નક્કી કરાયા છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂત લક્ષી છબી ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેથી પંચાયત સ્તરે ભાજપ પોતાનો ગઢ મજબૂત રાખી શકે.