April 7, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

ગુજરાતીઓનું ફરી અપમાન ? ખડગેના 'અભણ' વાળા નિવેદનથી રાજકીય જંગ, ભાજપ સાંસદ ધવલ પટેલના આકરા સવાલો

01:52:00 PM
Save
Apr 6, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ગુજરાતીઓનું ફરી અપમાન ? ખડગેના 'અભણ' વાળા નિવેદનથી રાજકીય જંગ,</span> ભાજપ સાંસદ ધવલ પટેલના આકરા સવાલો</strong></p>

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે ત્યારે ફરી એકવાર 'ગુજરાતી અસ્મિતા' અને અપમાનનો મુદ્દો રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ વિશે કરવામાં આવેલી કથિત ટિપ્પણીને લઈને ભાજપે આક્રમક વલણ અપનાવ્યું છે. ભાજપના પ્રદેશ સહ-પ્રવક્તા અને સાંસદ ધવલ પટેલે આ મુદ્દે કોંગ્રેસને આડે હાથ લેતા રાજ્યના સ્થાનિક કોંગ્રેસી નેતાઓને પોતાનું વલણ સ્પષ્ટ કરવા ખુલ્લો પડકાર ફેંક્યો છે.

'અભણ' ટિપ્પણીથી ગુજરાતીઓમાં રોષ

મળતી વિગતો અનુસાર, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ એક કાર્યક્રમ દરમિયાન ગુજરાતીઓને 'અભણ' કહીને સંબોધ્યા હોવાનો આક્ષેપ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. આ નિવેદન વાયુવેગે પ્રસરતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપ આને માત્ર એક રાજકીય નિવેદન નહીં, પરંતુ સમગ્ર ગુજરાતની જનતાનું અપમાન ગણાવી રહી છે. સોશિયલ મીડિયાથી લઈને રાજકીય મંચો પર આ ટિપ્પણી સામે રોષ જોવા મળી રહ્યો છે.

સાંસદ ધવલ પટેલના કોંગ્રેસ પર આકરા પ્રહારો

આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા વલસાડના સાંસદ અને ભાજપના પ્રદેશ સહ-પ્રવક્તા ધવલ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસની આ માનસિકતા રહી છે કે તેઓ વારંવાર ગુજરાતીઓને નિશાન બનાવે છે. તેમણે આકરા સવાલો કરતા કહ્યું કે, શું કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વને ગુજરાતીઓની બુદ્ધિપ્રતિભા અને મહેનત દેખાતી નથી ? વારંવાર ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કરવું એ કોંગ્રેસના એજન્ડામાં સામેલ હોય તેમ જણાય છે.

અમિત ચાવડા અને તુષાર ચૌધરીને ખુલ્લો પડકાર

ધવલ પટેલે આ વિવાદમાં ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અમિત ચાવડા અને ડૉ. તુષાર ચૌધરીને પણ ઘેર્યા છે. તેમણે આ બંને નેતાઓને સીધો સવાલ પૂછતા જણાવ્યું કે, તમે ગુજરાતની જનતાની પડખે છો કે ગુજરાતીઓનું વારંવાર અપમાન કરનારી કોંગ્રેસની વિચારધારા સાથે ? તમારા રાષ્ટ્રીય પ્રમુખ જ્યારે ગુજરાતીઓને અભણ કહે છે, ત્યારે તમે કેમ મૌન સેવી રહ્યા છો ? આ પડકાર દ્વારા ભાજપે કોંગ્રેસના સ્થાનિક નેતાઓને ધર્મસંકટમાં મૂકવાનો પ્રયાસ કર્યો છે.

ચૂંટણી ટાણે 'અસ્મિતા'નો મુદ્દો ગરમાયો

રાજકીય વિશ્લેષકોના મતે, આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભાજપ આ મુદ્દાને મોટું સ્વરૂપ આપી શકે છે. અગાઉ પણ ચૂંટણીઓમાં 'ગુજરાતી અસ્મિતા' ના મુદ્દે ભાજપને મોટો ફાયદો થયો છે, ત્યારે હવે આ નવા વિવાદથી કોંગ્રેસે બચાવની મુદ્રામાં આવવું પડ્યું છે. આ વિવાદની અસર આગામી દિવસોમાં પ્રચાર પ્રસાર પર પણ જોવા મળી શકે છે. હાલમાં કોંગ્રેસ તરફથી આ આક્ષેપો અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે વળતો પ્રહાર કરવામાં આવ્યો નથી, પરંતુ આ નિવેદન યુદ્ધ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવી પૂરી શક્યતા છે.