April 7, 2026
ગુજરાત

ભાજપના સ્થાપના દિવસે જ જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિપક્ષને આડે હાથ લીધા, ચૂંટણી સમયે સક્રિય થતા કાર્યકર્તાઓને મુખ્યમંત્રીની ટકોર

01:52:00 PM
Save
Apr 6, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ભાજપના સ્થાપના દિવસે જ જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિપક્ષને આડે હાથ લીધા, </span>ચૂંટણી સમયે સક્રિય થતા કાર્યકર્તાઓને મુખ્યમંત્રીની ટકોર</strong></p>

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પક્ષની ઐતિહાસિક યાત્રા, કાર્યકર્તાઓનું સમર્પણ અને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે જ મુખ્યમંત્રીએ આગામી સ્થાનિક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ટિકિટ વાંચ્છુ કાર્યકર્તાઓને શિસ્ત બાબતે ટકોર પણ કરી હતી.

જનસંઘથી લઈને અત્યાર સુધીની ઐતિહાસિક યાત્રા અને કાર્યકર્તાઓનું બલિદાન 

ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે આ માત્ર પક્ષનો જન્મદિવસ નથી, પરંતુ જનસંઘની સ્થાપનાથી લઈને 17 કરોડથી વધુ કાર્યકર્તાઓ સાથે દુનિયાની સૌથી મોટી પાર્ટી બનવા સુધીની યાત્રા છે. તેમણે ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી કટોકટી અને ત્યારબાદ જનતા મોરચાની રચનાનો ઉલ્લેખ કર્યો હતો. વિશ્વકર્માએ જૂના સમયને યાદ કરતા કહ્યું કે, પદ મળે કે ન મળે, નિસ્વાર્થ સેવા કરતા કાર્યકર્તાઓ મારા માટે મહત્વના છે. ભાજપના કાર્યકર્તાઓએ પોતાના ઘરને કાર્યાલય બનાવીને અને ગાઢનું ગોપીચંદન ઘસીને કમળને સુગંધિત કરવાનું કામ કર્યું છે. આ ઉપરાંત તેમણે કોંગ્રેસ પર ગુજરાતીઓનું અપમાન કરવાનો આરોપ લગાવતા કહ્યું કે ગુજરાતની જનતા તેનો ચોક્કસ બદલો લેશે.

કોંગ્રેસ પર સીએમ ભુપેન્દ્ર પટેલના પ્રહાર અને 'રાષ્ટ્ર પ્રથમ' ની ભાવના 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિપક્ષ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે કોંગ્રેસ અત્યારે જે મુદ્દે બૂમબરાડા કરે છે, તે જ કોંગ્રેસે પોતાના શાસનમાં કોઈ કસર બાકી રાખી નહોતી. તેમણે કોંગ્રેસના ધારાસભ્યોને સંભળાવતા કહ્યું હતું કે, "વિપક્ષના ધારાસભ્યો મને મળવા આવ્યા અને કહ્યું કે સરકાર હેરાન કરે છે. મેં તેમને પૂછ્યું કે તમારા રાજ્યમાં તમે અમારી સાથે શું કરો છો? 15-17 લોકો હોહા કરે, તો શું 182 લોકો શાંતિથી બેઠા રહેશે?" તેમણે સ્પષ્ટ કર્યું કે ભુપેન્દ્રભાઈની સહન કરવાની ક્ષમતા વધુ હોઈ શકે, પરંતુ સરકાર તેની કડક કાર્યવાહી કરશે જ. વિકાસની રાજનીતિમાં બધાએ આવવું જ પડશે, જે કામ કરે તેમાં ખામી રહે, કામ ન કરનાર માત્ર ખામીઓ જ શોધે છે.

ચૂંટણી સમયે સક્રિય થતા કાર્યકર્તાઓને મુખ્યમંત્રીની ટકોર 

બદલાયેલા સમય અને કાર્યકર્તાઓની વર્તમાન કાર્યપદ્ધતિ પર મુખ્યમંત્રીએ માર્મિક ટકોર કરી હતી. તેમણે કહ્યું કે પહેલા કાર્યકર્તાઓ રાત્રે 2 વાગ્યા સુધી જાતે પોસ્ટર લગાવતા હતા, જ્યારે હવે માત્ર ઓર્ડર અપાય છે. કાર્યકર્તાઓને બધું ભોગવવાની છૂટ છે, પરંતુ ક્યારેક કંઈ ન મળે ત્યારે અવાજ ઉઠાવવો અયોગ્ય છે. તેમણે સભામાં ઉપસ્થિત ભીડ તરફ ઈશારો કરતા પૂછ્યું હતું કે શું રોજ આટલી સંખ્યામાં કાર્યકર્તાઓ આવે છે? અત્યારે ચૂંટણી છે એટલે સક્રિયતા વધુ છે અને બૂથનો કાર્યકર્તા પણ ટિકિટ માટેનો દાવેદાર છે.

વૈશ્વિક પરિસ્થિતિ અને રાજ્યની સુરક્ષા 

વર્તમાન વૈશ્વિક સ્થિતિ અંગે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે હાલનો સમય રાજનીતિ કરવાનો નથી, છતાં વિપક્ષ રાજનીતિ કરી રહ્યો છે. વૈશ્વિક કટોકટી વચ્ચે પણ આપણે સુરક્ષિત છીએ અને રાજ્યમાં ગેસ કે પેટ્રોલની કોઈ જ તકલીફ નથી. અંતમાં તેમણે આશા વ્યક્ત કરી હતી કે બધાને સદબુદ્ધિ આવે અને બધું શાંત થાય.