April 2, 2026
ગુજરાત

ભાવનગરના વાળુકડમાં લોહિયાળ ખેલ: 29 વર્ષીય યુવાનની જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા

01:00:00 PM
Save
Mar 29, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">ભાવનગરના વાળુકડમાં લોહિયાળ ખેલ: </span>29 વર્ષીય યુવાનની જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા</strong></p>

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ક્ષુલ્લક બાબતો કે અંગત અદાવતમાં જાહેરમાં હત્યા કરવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. અપરાધીઓમાં પોલીસનો ડર ઓછો થતો હોય તેમ ધોળા દિવસે કે જાહેર રસ્તાઓ પર હથિયારો વડે હુમલા કરવામાં આવે છે. આવી હિંસક ઘટનાઓ માત્ર એક પરિવારને જ નહીં, પરંતુ સમગ્ર સમાજની સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઉભું કરે છે.

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામમાં શનિવારે (28 March) રાત્રે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાવતી એક ભયાનક ઘટના બની છે. ગામના જ એક 29 વર્ષીય યુવાન રવિ કલોતરા પર અજાણ્યા શખ્સોએ હિંસક હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ ફેલાઈ ગયો છે.

ભયાનક હુમલો અને મોત

મળતી વિગતો અનુસાર, શનિવારે રાત્રિના સમયે રવિ કલોતરા જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક હુમલાખોરોએ તેને ઘેરી લીધો હતો. હુમલાખોરોએ કોઈ પણ ડર વગર રવિના પેટના ભાગે છરીના ઉપરાઉપરી ઘા ઝીંક્યા હતા. હુમલો એટલો ગંભીર હતો કે રવિ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ઢળી પડ્યો હતો. ગંભીર હાલતમાં તેને ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

મોબાઈલ કેમેરામાં કેદ થઈ ક્રૂરતા

આ ઘટના બની ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક કારચાલકે હિંમત બતાવીને સમગ્ર હુમલાના દ્રશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધા હતા. આ વીડિયો ફૂટેજ હવે પોલીસ માટે આરોપીઓને ઓળખવા અને પકડવા માટે સૌથી મોટો પુરાવો સાબિત થઈ શકે તેમ છે.

પોલીસની તપાસ અને નાકાબંધી

હત્યાની ગંભીરતા જોતા ASP, સીટી Dy.SP અને વરતેજ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમોની રચના કરી છે. હાલમાં સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યા પાછળ અંગત અદાવત હોવાની શંકા સેવવામાં આવી રહી છે, જોકે ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.