પરફ્યુમ છોડો, હવે આવ્યો બોડી મિસ્ટનો જમાનો: કેમ ટિનેજર્સમાં આ બ્યુટી પ્રોડક્ટ બની રહી છે ફેવરિટ?
આજના સમયમાં માત્ર દેખાવ જ નહીં, પણ તમારી સુગંધ પણ તમારી પર્સનાલિટીનો એક મહત્વનો ભાગ બની ગઈ છે. ખાસ કરીને ટિનેજર્સ અને યુવા પેઢીમાં હવે તેજ સુગંધવાળા મોંઘા પરફ્યુમને બદલે 'બોડી મિસ્ટ'નો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. નેચરલ હર્બ્સ અને આવશ્યક તેલથી ભરપૂર બોડી મિસ્ટ માત્ર તમને આખો દિવસ તાજગીનો અનુભવ જ નથી કરાવતા, પરંતુ તે ત્વચા માટે પણ સૌમ્ય અને પોકેટ-ફ્રેન્ડલી સાબિત થઈ રહ્યા છે. કોલેજ બેગ હોય કે નાનું પર્સ, હવે દરેક યુવાનની પહેલી પસંદગી બોડી મિસ્ટ બની રહ્યું છે. જાણો, કેમ પરફ્યુમ કરતા બોડી મિસ્ટ વધુ લોકપ્રિય થઈ રહ્યું છે અને તેને વાપરવાની સાચી રીત કઈ છે.
આજના દોડધામભર્યા જીવનમાં અને બદલાતી લાઈફસ્ટાઈલમાં સુગંધિત રહેવું એ માત્ર ફેશન નહીં પણ જરૂરિયાત બની ગઈ છે. ખાસ કરીને ટિનેજર્સ અને યુવા પેઢીમાં હવે પરફ્યુમ કરતા 'બોડી મિસ્ટ' નો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે.ઓછી કિંમત, નેચરલ ઘટકો અને આખો દિવસ તાજગી આપતા ગુણોને કારણે બોડી મિસ્ટ દરેક યુવાનના બેગનો અનિવાર્ય ભાગ બની ગયું છે, બોડી મિસ્ટનો શ્રેષ્ઠ ઉપયોગ સ્નાન કર્યા પછી તરત જ ત્વચા પર કરવાથી મળે છે.
જો ત્વચા પર બોડી બટર કે લોશન લગાવ્યા બાદ મિસ્ટ છાંટવામાં આવે તો તેની સુગંધ લાંબો સમય ટકે છે.મોંઘા પરફ્યુમની સરખામણીએ બોડી મિસ્ટ અત્યંત સસ્તા અને પોકેટ-ફ્રેન્ડલી હોય છે. નાની બોટલ્સમાં ઉપલબ્ધ હોવાને કારણે તેને સ્કૂલ બેગ, પર્સ કે ટ્રાવેલિંગ દરમિયાન સાથે રાખવું ખૂબ જ સરળ છે. જે લોકો રાત્રે સૂતા પહેલા હળવી સુગંધ પસંદ કરે છે, તેમના માટે પણ બોડી મિસ્ટ એક લોકપ્રિય પસંદગી બની રહ્યું છે.
શું છે બોડી મિસ્ટ? પરફ્યુમથી કેવી રીતે છે અલગ?
બોડી મિસ્ટ એ પરફ્યુમ કરતા ઘણું હળવું અને સૌમ્ય હોય છે. પરફ્યુમ સામાન્ય રીતે આલ્કોહોલ આધારિત અને તેજ સુગંધ ધરાવતા હોય છે, જ્યારે બોડી મિસ્ટમાં પાણીનું પ્રમાણ વધુ અને નેચરલ હર્બ્સ તથા આવશ્યક તેલનો ઉપયોગ થાય છે. આ કારણે તે ત્વચા પર ઓવર-પાવરિંગ લાગવાને બદલે એક નેચરલ ફ્રેશનેસ આપે છે, તે ત્વચાને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. તેની હળવી સુગંધ આખો દિવસ મૂડને ફ્રેશ રાખે છે.અન્ય સ્કીનકેર પ્રોડક્ટ્સ સાથે તેનો ઉપયોગ કરી શકાય છે. જિમ કે સ્પોર્ટ્સ પછી ઇન્સ્ટન્ટ તાજગી માટે તે ઉત્તમ છે.