April 10, 2026
બોલિવૂડ

42 વર્ષે પણ સુંદરતા અકબંધ: વિવાદો અને સુપરસ્ટાર સાથેના અફેર બાદ પણ આ એક્ટ્રેસ છે લાખોના દિલની ધડકન

01:18:00 PM
Save
Apr 10, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>42 વર્ષે પણ સુંદરતા અકબંધ: </strong></span>વિવાદો અને સુપરસ્ટાર સાથેના અફેર બાદ પણ આ એક્ટ્રેસ છે લાખોના દિલની ધડકન</p>

42 વર્ષની ઉંમર, બે દાયકાનું કરિયર અને આજે પણ રૂપ રૂપનો અંબાર! સાઉથ સુપરસ્ટાર ત્રિશા કૃષ્ણન હાલમાં પોતાની ફિલ્મો કરતાં વધુ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. ખાસ કરીને એક પરિણીત સુપરસ્ટાર સાથે તેનું નામ જોડાતા સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમ છે. તૂટેલી સગાઈથી લઈને રિટાયરમેન્ટના વિવાદો સુધી, ત્રિશાની જિંદગી કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી ઓછી નથી. જાણો, કેવી રીતે આ હસીના આજે પણ નવી એક્ટ્રેસિસને ટક્કર આપીને ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે, સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી ત્રિશા કૃષ્ણન હાલમાં પોતાની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ કામયાબીને લઈને સતત હેડલાઈન્સમાં છે.

અગાઉ તેનું નામ રાણા દગ્ગુપતિ, સિદ્ધાર્થ અને સિલંબરાસન જેવા મોટા સ્ટાર્સ સાથે જોડાઈ ચૂક્યું છે. નોંધનીય છે કે, ત્રિશાની સગાઈ બિઝનેસમેન વરુણ મણિયન સાથે થઈ હતી, પરંતુ લગ્ન સુધી પહોંચે તે પહેલા જ આ સંબંધ તૂટી ગયો હતો, જેના કારણે તે સમયે ઘણો વિવાદ થયો હતો. તાજેતરમાં એક્ટર-ડાયરેક્ટર ચિત્રા લક્ષ્મણના એક નિવેદનને કારણે એવી ચર્ચા જાગી હતી કે ત્રિશા ફિલ્મોમાંથી નિવૃત્તિ લઈ રહી છે. જોકે, ત્રિશાએ સોશિયલ મીડિયા પર આ ખબરોનું જોરદાર ખંડન કર્યું હતું અને સ્પષ્ટ કર્યું હતું કે તે ફિલ્મો છોડવાની નથી.

અફવાઓ વચ્ચે પણ ત્રિશાનું સંપૂર્ણ ધ્યાન તેના કામ પર છે. તે ખૂબ જ જલ્દી મેગાસ્ટાર ચિરંજીવી સાથે ફિલ્મ 'વિશ્વંભરા' માં જોવા મળશે. આ સિવાય તે સૂર્યા અને અજીત કુમાર જેવા દિગ્ગજ કલાકારો સાથે પણ મોટા પ્રોજેક્ટ્સમાં કામ કરી રહી છે. ત્રિશાના કરિયરમાં પ્રભાસ સાથેની ફિલ્મ 'વર્ષમ' ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. આ ફિલ્મ બાદ તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. આજે તે તેલુગુ અને તમિલ બંને ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ડિમાન્ડ ધરાવતી એક્ટ્રેસ છે