April 7, 2026
બોલિવૂડ

શું ‘રાણી’ ફરી ધમાલ મચાવશે? કંગનાની નવી ફિલ્મનું નામ ‘ફોરેવર ક્વીન’ નક્કી કરાયું

10:14:00 AM
Save
Apr 6, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>શું ‘રાણી’ ફરી ધમાલ મચાવશે? </strong></span>કંગનાની નવી ફિલ્મનું નામ ‘ફોરેવર ક્વીન’ નક્કી કરાયું</p>

મુંબઈના ગ્લેમર જગતમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચા હતી કે વિકાસ બહલ અને કંગના રનૌત ફરી એકવાર 'ક્વીન 2' માટે સાથે આવી રહ્યા છે. જોકે, હવે આ ફિલ્મને લઈને એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ, આ ફિલ્મનું ટાઈટલ 'ક્વીન 2' નહીં, પરંતુ 'ફોરેવર ક્વીન' રાખવામાં આવ્યું છે. આ નવા નામ સાથે જ ફિલ્મને લઈને ચાહકોમાં કુતૂહલ વધી ગયું છે. આ ફિલ્મની સૌથી મહત્વની અને નોંધવા જેવી બાબત એ છે કે, આ ફિલ્મ વર્ષ 2014માં આવેલી મૂળ 'ક્વીન' ફિલ્મની સિક્વલ નથી. 'ફોરેવર ક્વીન'ની વાર્તાને જૂની ફિલ્મની સ્ટોરી સાથે કોઈ જ લેવાદેવા કે સંબંધ નથી.

સર્જકોએ આ વખતે એક તદ્દન નવો જ વિષય પસંદ કર્યો છે, જે અગાઉની ફિલ્મની સરખામણીએ એક અલગ જ અનુભવ કરાવશે. સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, આ ફિલ્મમાં કંગના રનૌત સિવાયના જૂના કોઈ પણ કલાકારો રિપીટ થવાની શક્યતા નહિવત્ છે. અગાઉની ફિલ્મમાં રાજકુમાર રાવે મહત્વની ભૂમિકા ભજવી હતી, પરંતુ આ નવી ફિલ્મમાં તે જોવા મળશે નહીં. કંગનાને બાદ કરતાં ફિલ્મમાં આખી નવી ટીમ અને નવા કલાકારોની એન્ટ્રી કરવામાં આવશે, જે વાર્તાને નવો વળાંક આપશે. કંગના રનૌત માટે આ ફિલ્મ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે.

છેલ્લા આઠ-દસ વર્ષમાં તેની કોઈ પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ સફળ રહી નથી. આ સ્થિતિમાં, તેણે પોતાની કારકિર્દીની સૌથી મોટી હિટ ફિલ્મ આપનાર નિર્દેશક વિકાસ બહલ સાથે ફરીથી જોડાણ કર્યું છે. કંગના આશા રાખી રહી છે કે આ જોડી ફરી એકવાર જૂનો જાદુ ચલાવવામાં સફળ રહેશે. બીજી તરફ, કંગના રનૌત હવે હિમાચલ પ્રદેશના મંડીથી સંસદસભ્ય બની ચૂકી છે, છતાં તે અભિનય પ્રત્યેનો પોતાનો લગાવ છોડવા માંગતી નથી. રાજકારણની જવાબદારીઓ વચ્ચે પણ તે એક શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે સારી ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખવા ઈચ્છે છે. આથી જ તે એક પાવરફુલ સ્ક્રિપ્ટની શોધમાં હતી, જે હવે 'ફોરેવર ક્વીન' દ્વારા પૂર્ણ થઈ હોય તેવું લાગે છે.