April 2, 2026
બોલિવૂડ

બોલિવુડના એક્શન હીરોને પણ લાગે છે ફ્લાઈટનો ડર, ટર્બ્યુલન્સમાં કંટ્રોલમાં રહેતું નથી તન-મન

12:14:00 PM
Save
Mar 31, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">બોલિવુડના એક્શન હીરોને પણ લાગે છે ફ્લાઈટનો ડર,</span> ટર્બ્યુલન્સમાં કંટ્રોલમાં રહેતું નથી તન-મન</p>

બોલિવુડમાં અનેક સ્ટાર્સને વિવિધ પ્રકારના ફોબિયા હોય છે. શાહરૂખ ખાનને ઘોડાનો ડર છે, હૃતિક રોશનને સફાઈનો ફોબિયા છે. આવી જ રીતે એક્શન હીરો ટાઈગર શ્રોફે પણ ફોબિયાનો ખુલાસો કર્યો છે.

ટાઈગર શ્રોફને એરોફોબિયા(ફ્લાઈટમાં બેસવાનો ડર) છે. જ્યારે પણ ફ્લાઈટમાં ટર્બ્યુલન્સ (ઝાટકા) આવે છે ત્યારે તેઓ ઘણા ગભરાઈ જાય છે. યુટ્યુબર લિલી સિંહ સાથે વાતચીતમાં ટાઈગરે આ વાતનો ખુલાસો કર્યો.

કેટલાક દિવસ પહેલાંથી જ ગભરાટ અને ચિંતા શરૂ થઈ જાય છે
ટાઈગરે કહ્યું, “હું હવે થેરાપિસ્ટ પાસે જવાનું પ્લાન કરું છું, કારણ કે મને ફ્લાઈટમાં બેસવાથી ખૂબ ડર લાગે છે. કેટલાક વર્ષો પહેલાં મારી એક ફ્લાઈટમાં ખૂબ તીવ્ર હલચલ થઈ હતી. ત્યારે મને લાગ્યું કે હું કંઈ જ કંટ્રોલ કરી શકતો નથી. ટર્બ્યુલન્સ થાય ત્યારે હું કંઈ જ કરી શકતો નથી. તે ઘટના પછીથી જ્યારે પણ મારે ફ્લાઈટમાં બેસવાનું હોય છે ત્યારે કેટલાક દિવસ પહેલાંથી જ ગભરાટ અને ચિંતા શરૂ થઈ જાય છે.”

હું આ ડરને હજુ સુધી પાર કરી શક્યો નથી
ટાઈગરે વધુમાં કહ્યું, “હું આ ડરને હજુ સુધી પાર કરી શક્યો નથી. લોકો કહે છે કે ફ્લાઈટ સૌથી સુરક્ષિત મુસાફરી છે. મેં ઘણા પાયલોટ્સ સાથે વાત કરી છે, તેઓ કહે છે કે ટર્બ્યુલન્સ કંઈ નથી, રસ્તામાં ગાડી જ્યારે ઊબડખાબડ રસ્તે જાય તેવું જ છે. પરંતુ મારું મગજ આ વાત માનતું જ નથી. મારા શરીરના દરેક ભાગ પર કંટ્રોલ રાખવો ગમે છે.”

ટાઈગરનું વર્ક ફ્રન્ટ
ટાઈગર શ્રોફ છેલ્લે ‘બાગી 4’ ફિલ્મમાં જોવા મળ્યા હતા, જે બોક્સ ઓફિસ પર વધુ સફળ નહોતી રહી. આ એક્શન હીરોના ફોબિયાની વાત જાણીને ફેન્સને આશ્ચર્ય થયું છે, કારણ કે સ્ક્રીન પર તેઓ અત્યંત બહાદુર અને ફિટનેસ પ્રેમી તરીકે જાણીતા છે.